લોકસભા ચૂંટણી 2014 : આમ આદમી પાર્ટીએ 6ઠ્ઠી યાદી રજૂ કરી

વેબ દુનિયા| Last Modified શનિવાર, 15 માર્ચ 2014 (18:34 IST)

P.R
આજે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આ અગાઉ પહેલી યાદીમાં 20, બીજી યાદીમાં 30, ત્રીજી યાદીમાં 20, ચોથી યાદીમાં 61, પાંચમી યાદીમાં 56 ઉમેદવારો જાહેર થયા હતા. અને આજે રોજ જાહેર થયેલી યાદીમાં 55 ઉમેદવારોના નામ જાહેર થયા છે.

આજે જાહેર થયેલી છઠ્ઠી યાદીમાં શાઝીયા ઈલ્મીને ગાઝીયાબાદથી ચૂંટણી મેદાને ઉતારવામાં આવી છે. બલે સિંહ ચીમાને નૈનીતાલ થી ટિકીટ આપવામાં આવી છે. કંચન ચૌધરીને હરિદ્રારથી તેમજ સંતોષ ભારતીને મધ્યપ્રદેશના દમોહથી ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે.


આ પણ વાંચો :