રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

વરલક્ષ્મી વ્રત: આજે કરો આ ઉપાય, માતા લક્ષ્મીની મળશે ખાસ કૃપા

laxmi 2016
Varalakshmi Vrat- વરલક્ષ્મીનો વ્રત આજે કરાઈ રહ્યું છે. આ વ્રત માત્ર પરિણીત મહિલાઓ જ રાખે છે. કુંવારી છોકરીઓને આ વ્રત કરવાની મનાઈ છે. વરલક્ષ્મી વ્રત રક્ષાબંધન પહેલા કરાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હમેશા ધન વર્ષા થતી રહે તો આ શુક્રવારે આ ઉપાયોથી તમે લક્ષ્મીને પ્રસન્ન કરી શકે છે. 
1. જ્યોતિષ મુજબ શુક્રવારના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવું. આ ઉપાયમાં માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. 
 
2. અક્ષય નવમીના દિવસે સવારે સ્નાન સમયે તમારા આંવલાના રસના થોડા ટીંપા તમારા સ્નાનના પાણીમાં નાખો. તેનાથી નહાવાથી માતા પ્રસન્ન થશે. સાથે જ નકારાત્મક ઉર્જા ખત્મ થાય છે. કારણકે અક્ષય નવમી આંવલાના ઝાડની પૂજા કરાય છે. 
 
3. ગાયની સેવા પણ આ શ્રેણીમાં ખાસ મહત્વ રાખે છે. જે ઘરથી ગાય માટે ભોજનની પ્રથમ રોટલી કે પ્રથમ ભાગ જાય છે. ત્યાં પણ લક્ષ્મીને નિવાસ કરવું પડે છે. 
 
4. આ દિવસે જેટલું હોય ગરીબોને દાન કરો. સફેદ રંગની વસ્તુ કે ખાદ્ય પદાર્થનો દાન કરો શુંભ રહેશે. 
 
5. શુક્રવારે શ્રીયંત્રને ગાયના દૂધથી અભિષેક કરો અને અભિષેકનો જળ આખા ઘરમાં છાંટવું અને શ્રીયંત્રને કમલકાકડીની સાથે ધન સ્થાન પર મૂકી દો. તેનાથી ધન લાભ થવા લાગશે.