શનિદેવને ખુશ કરવા હોય તો ખવડાવો કાગડાને ગુલાબજાંબુ

Last Updated: શનિવાર, 11 જુલાઈ 2015 (17:03 IST)
જો કોઈ માણસની કુંડળીમાં શનિ અશુભ કે નીચ સ્થાનમાં બેસ્યા
હોય અને અશુભ ફળ આપી રહ્યા હોય તો શનિની સેવા કરવી
જરૂરી થઈ જાય છે. શનિદેવને પ્રસન્ન કરવાના ઘણા રાસ્તા શાસ્ત્રોમાં જણાવ્યા છે. શનિને ખુશ કરવાના કેટલાક ઉપાય તો એટલા સરળ છે
જેને કરવું દરેક માટે સરળ હોય છે.જો કાગડાઓને શનિવારના દિવસે ગુલાબજાંબુ ખવડાવવામાં આવે તો શનિદેવની કૃપા મળી શકે છે.

આ રીતે હાથીની સેવા કરવાથી પણ શનિદેવથી સકારાત્મક અસર મળી શકે છે. હાથીનો
કાળા રંગ હોય છે. આથી એની સેવા કરવી લાભપ્રદ ગણાય છે. આમ તો શનિવારે ગરીબોને ભોજન કરાવવાથી પણ શનિદેવ તરત જ પ્રસન્ન થઈ જાય છે.

દરેક શનિવારે શનિદેવની પ્રતિમાને તેલથી સ્નાન કરાવો. એક વાટકી તેલ નાખી એમાં પોતાનું મોઢુ જોઈ એને દાન કરી દો. આનાથી પણ શનિદેવ ખુશ થાય છે. શનિ મંદિરમાં જઈને શનિ ચાલીસા વાંચવાથી પણ શનિદેવના પ્રકોપથી બચી શકાય છે. જ્યોતિષી કહે છે કે શનિવારના દિવસે અગિયાર વાર દશરથકૃત શનિ
સ્ત્રોતના પાઠ કરવાથી શનિની સાઢેસાતી અને ઢૈય્યાના અશુભ ફળોમાં કમી આવે છે.


આ પણ વાંચો :