108 નંબરને હિન્દુ ધર્મમાં કેમ શુભ માનવામાં આવે છે ?

hindu dharm
Last Updated: ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (12:32 IST)
સાથે સંબંધ રાખનરા લોકોને એટલુ તો જાણ હશે જ કે હિન્દુ ધર્મમાં 108 અંકને ખૂબ મહત્વ આપવામાં આવે છે.
તેમા થનારા દરેક ધાર્મિક કામમાં આ અંકને ધ્યાંનમાં રાખીને જ તેને સંપન્ન્ન કરવામાં આવે છે.
તો બીજી બાજુ હિન્દુધરમાં થનારા મંત્રોના જાપમાં મોટાભાગની સંખ્યા 108 હોય છે. જ્યોતિષ મુજબ કોઈપણ મંત્રનો 108 વાર જાપ કરવાથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે.
પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આવુ કેમ ?
કેમ હિન્દુ ધર્મમાં દરેક કામમાં 108 નંબરનો ઉપયોગ થાય છે. તો આવો આજે અમે તમને બતાવી રહ્યા છે કે છેવટે 108 અને હિન્દુ ધર્મનુ શુ કનેક્શન છે.

આપણામાંથી ઘણા લોકો જેમને એ જાણ હશે કે મંત્ર જાપવાળી માળામાં પણ 108 મણકા હોય છે.
તેથી દરેક મંત્રનો જાપ 108 વાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જ્યોતિષ શાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં એવુ કહેવાય છે કે કોઈપણ ભગવાનના નામનો જાપ 108 વાર જ કરવો જોઈએ.

જો તેનાથી ઓછો જાપ કરવામાં આવે તો ક્યારેય શુભ ફળ પ્રાપ્ત નહી થાય. ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મની જેમ બૌદ્ધ ધર્મમાં માળાઓમાં મણકાની સંખ્યા 108 જ છે. આ સાથે જ જૈન ધર્મના ધર્મગુરૂ કે અનુયાયી કાંડા પર જે જાપ માળા બાંધે છે તેની કુલ સંખ્યા પણ 108 જ હોય છે.
પણ શુ તમે જાણો છો કે આવુ કેમ ? તો આવો જાણીએ તેના વિશે કેટલીક રોચક વાતો.

ખૂબ ઓછા લોકો જાણે ક હ્હે કે 108 એ ભોલેનાથનો અંક છે.
કારણ કે મુખ્ય શિવાંગોની સંખ્યા 108 હોય છે. એ જ કારણ છે કે લિંગાયત સંપ્રદાયકમાં રૂદ્રાક્ષની માળામાં કુલ 108 મણકા હોય છે.
જ્યોતિષ મુજબ જે આ માળાથી શિવજીના નામનો જાપ કરે છે. તેમના પર ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે.

આ ઉપરાંત ગૌડીય વૈષ્ણવ ધર્મમાં માન્યતા છે કે વૃંદાવનમાં ગોપીઓની કુલ સંખ્યા 108 હતી. તેથી માનય્તા છેકે 108 મણકાથી ગોપીઓના નામ જપવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કેટલીક માન્યતાઓ મુજબ શ્રી વૈષ્ણવ ધર્મમાં ભગવાન વિષ્ણુના કુલ 108 દિવ્ય ક્ષેત્ર બતાવ્યા છે. જેને દિવ્યદેશમ કહેવામાં આવે છે. તેથી એક કારણ એ પણ છે કે જે કારણથી હિન્દુ ધર્મમાં 108નુ આટલુ મહત્વ છે.

ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મ સાથે સાથે બૌદ્ધ ધર્મમાં પણ કેટલીક માન્યતાઓ છે. જેના મુજબ વ્યક્તિના મનમાં કુલ 108 પ્રકારની ભાવનાઓ ઉત્પન્ન થાય છે.
આ સંખ્યા સૂંધવા, કહેવા, ખાવા, પ્રેમ, નફરત, દર્દ, ખુશી વગેરેને ભેળવીને બનાવવામાં આવી છે.

એવુ કહેવાય છે કે
આ 108 ભાવનાઓથી જ વ્યક્તિનુ જીવન સંચાલિત થાય છે. આ ઉપરાંત બૌદ્ધ ધર્મના અનેક એવા પ્રસિદ્ધ મંદિર છે જેમની સીઢીયોની સંખ્યા 108 છે. આટલુ તો બધા જાણે છે કે જ્યોતિષશાસ્ત્ર મુજબ કુલ 12 રાશિયો છે. પણ તેના વિશિ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે આ 12 રાશિઓમાં 9 ગ્રહ વિચરણ કરે છે.
જો આ બંને સંખ્યાઓનો ગુણા કરીને જોવામાં આવે તો જે અંક બને છે તે છે 108.

તેથી આ જ કારણે 108 ને આટલો મહત્વપૂર્ણ અંક માનવામાં આવે છે.


આ પણ વાંચો :