શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (12:57 IST)

વલસાડમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા 200થી વધુ પરિવારો હિન્દુ ધર્મમાં પરત ફર્યા

વલસાડમાં 200 પરિવારની ઘરવાપસી થઇ છે. કપરાડાના આસલોના ગામે વિરાટ હિંદૂ સંમેલન યોજાયુ છે. જેમાં 200 પરિવારને પરત હિંદૂ ધર્મ અંગીકાર કરાયો છે. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા પરિવારોને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની અધ્યક્ષતામાં હિંદૂ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો છે.વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વિરાટ હિન્દુ ધર્મ જાગરણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા 200થી વધારે પરિવારોને હિન્દુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા હતા. આ સંમેલન સ્વામીનારાયણ જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી સ્વામીનારાયણ સંપ્રદાયના અગ્રણી સંતો ઉપસ્થિત રહ્યાં હતા.