મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 12 મે 2023 (09:15 IST)

Sanatana Dharma Sanskar - પ્રસાદ લીધા પછી માથા પર હાથ ફેરવવાનું શું કારણ છે જાણો છો તમે ?

Sanatana Dharma Sanskar
hindu dharm
Sanatana Dharma Sanskar - સનાતન પરંપરામાં ભગવાનની પૂજામાં પ્રસાદનું ખૂબ મહત્વ છે. ભક્તો તેમના દેવી-દેવતાઓને પ્રિય નૈવેધ અર્પણ કરીને પ્રસન્ન કરે છે. તીજ-તહેવાર અને ઘરમાં યોજાતા શુભ કાર્યક્રમો દરમિયાન ભગવાનને વિશેષ ભોગ ચઢાવવામાં આવે છે. મંદિરમાં અથવા ઘરમાં પ્રસાદ ગ્રહણ કરતી વખતે કેટલાક લોકો ચોક્કસ પોતાના  માથા પર હાથ ફેરવતા જોવા મળે છે. પરતું બહુ ઓછા લોકો આની પાછળનું  કારણ જાણતા હશે.
 
શું કહે છે જ્યોતિષશાસ્ત્ર  ? 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રસાદ ખાધા પછી માથા ઉપર હાથ ફેરવવાથી ફાયદો થાય છે. હાથને માથા ઉપર ફેરવવામાં આવે છે જેથી ભગવાનની કૃપા આપણા માથા સુધી પહોંચી શકે. એવું કહેવાય છે કે જ્યારે આપણે પ્રસાદ ખાઈએ છીએ તો આ ભગવાનની કૃપાનું પ્રતીક છે. તે પ્રાપ્ત કર્યા પછી જ્યારે આપણે આપણા હાથને માથા ઉપર ફેરવીએ છીએ, ત્યારે આપણે તે કૃપાને આપણા મસ્તિષ્ક સુધી પહોંચાડવા માંગીએ છીએ.
 
ચરણામૃતને લઈને અલગ છે નિયમ 
જ્યોતિષશાસ્ત્ર એમ પણ કહે છે કે માથા પર હાથ ફેરવવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શરીરમાં દિવ્ય યોગ જાગવા લાગે છે, જેના કારણે આધ્યાત્મિકતા તરફ આપણું મન વધુ આગળ વધે છે. જો કે, એવું પણ કહેવાય છે કે ચરણામૃત લીધા પછી ભૂલથી પણ તે હાથ માથા પર ન ફેરવવો જોઈએ.
 
જમનો હાથ શુભ માનવામાં આવે છે  
એક વાત યાદ રાખો કે હિન્દુ ધર્મમાં જમણા હાથને જ શુભ માનવામાં આવે છે. પૂજાથી લઈને હવનમાં કરવા અને હવનમાં આહુતિ નાખઆ માટે જમણા હાથનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાનનો પ્રસાદ હંમેશા જમણા હાથે જ લેવો જોઈએ, કોઈને દાન કરતી વખતે જમણા હાથનો ઉપયોગ કરવો જોઈએ. આરતી લેતી વખતે પણ સીધો હાથ જ આગળ લાવવામાં આવે છે.