બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 12 મે 2023 (08:26 IST)

Kalashtami- કાલાષ્ટમી પર અચૂક ઉપાય વેપારની ધીમી ગતિને વધારશે

Kalashtami
Kalashtami- કાલાષ્ટમી પર બાબા કાલભૈરવની પૂજા કરવામાં આવે છે . ધાર્મિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવે કાલ ભૈરવનો અવતાર લીધો હતો. આ પવિત્ર દિવસે કાલ ભૈરવના અવતારની કથાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. દર વર્ષે કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથીએ કાલાષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. માસિક કાલાષ્ટમી એક વર્ષમાં કુલ 12 કાલાષ્ટમી વ્રત આવે છે.
 
તાંત્રિકો માટે આ રાત્રિ ખૂબ ખાસ હોય છે. તેઓ તંત્ર ક્રિયાના માધ્યમથી અભિષ્ટ સિદ્ધિયો મેળવે છે.  આ રાત્રે કરવામાં આવેલ જાદૂ ટોના, તંત્ર-મંત્ર, વશીકરણ અને રહસ્યમયી વિદ્યાઓની કાટ મેળવવી મુશ્કેલ થાય છે.  સતર્કતા સાથે આ સિદ્ધિયોને અંજામ આપવામાં આવે છે.  નનાકડી ભૂલ મોટી સમસ્યાઓ ઉભી કરી શકે છે.  તમે પણ આ દુર્લભ યોગનો લાભ ઉઠાવો અને ઘર જ કેટલાક અચૂક ઉપાય કરીને વેપારની ધીમી ગતિને વધારી શકો છો. 
 
-  સૂર્યાસ્ત પછી આખી અડધ, લાલ ફુલ, લાલ મીઠાઈ, એક લોટો જળ અને લીંબૂ બાબા કાળભૈરવને અર્પિત કરો. 
 
- રાત્રે બાબા કાળભૈરવને સવા સો ગ્રામ આખી કાળી અડદ અર્પિત કરો. પછી ફૂલ, માળા અને દિવો પ્રજવલ્લિત કરીને પૂજા કરો. આ સાથે ભૈરવ બાબાના આ મંત્રનો જાપ કરો. આવુ કરવાથી બધા કષ્ટોથી મુક્તિ મળી જશે.  પૂજન સમાપ્ત થયા પછી અડદમાંથી 11 દાણા કાઢો અને તમરી દુકાન અથવા કાર્યસ્થળ પર વિખેરી દો. 
 
ૐ ભ્રં કાળ ભૈરવાય ફટ 
ૐ હં ષં નં ગં કં સં ખં મહાકાલ ભૈરવાય નમ:
ૐ ભયહરણં ચ ભૈરવ: 
 
આ ઉપરાંત શત્રુઓથી મુક્તિ માટે આ મંત્રનો જાપ કરો 
 
ૐ હ્રીં બટુકાય આપદુર્દ્ધારણાય કુરુકુરુ બટુકાય હ્રીં