બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 1 નવેમ્બર 2022 (07:45 IST)

Amla Navami 2022: અક્ષય નવમી પર શા માટે કરીએ છે આમલાના ઝાડની પૂજા, જાણો મહત્વ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ

Akshay Navami 2022 Date, Shubh Muhurat, Puja Vidhi: હિંદુ પંચાગ મુજબ દર વર્ષે કાર્તિક મહીનાની નવમી તિથિને અક્ષય નવમી  (Amla Navami 2022 ) ઉજવાય છે. આ વર્ષે અક્ષય નવમી 2 નવેમ્બરના દિવસે બુધવારે ઉજવાશે. અક્ષય નવમીને આમળા નવમી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને આમળાના ઝાડની પણ પૂજાનુ ખાસ મહત્વ છે. તેથી આવો જાણીએ અક્ષય નવમીનુ મહત્વ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ 
 
અક્ષય નવમી તિથિ અને શુભ સમય (Akshay Navami 2022 Date, Shubh Muhurat)
અક્ષય નવમી તિથિનો પ્રારંભ - 01 નવેમ્બર રાત્રે 11:04 વાગ્યાથી
 
અક્ષય નવમીની તારીખ સમાપ્ત થાય છે - 02 નવેમ્બર, રાત્રે 09:09 વાગ્યે
 
પૂજા માટે શુભ સમય - સવારે 06:34 થી બપોરે 12:04 સુધી
 
આમળા નવમીનુ મહત્વ 
માન્યતા છે કે કાર્તિક મહીનાની શુક્લ પક્ષની નવમી તિથિથી લઈને કાર્તિક પૂર્ણિમા સુધી ભગવાન વિષ્ણુનો આમળાના ઝાડમાં વાસ હોય છે. આ કારણે અક્ષય નવમીના દિવસે વિધિ વિધાનથી આમળાના ઝાડની પૂજા કરાય છે. સાથે જ ઝાડની છાયામાં બેસીને ભોજન કરાય છે. કહેવુ છે કે આવુ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. ઘણા ભક્ત આ દિવસે વ્રત રાખે છે માન્યતા છે કે જો કોઈ મહિલા સંતાનની પ્રાપ્તિ માટે આ વ્રત રાખે છે તો તેમની ઈચ્છા ભગવાન જરૂર પૂર્ણ કરે છે. 
 
તે સિવાય અક્ષય નવમીની તિથિના બે દિવસ પછી જ સૃષ્ટિના પાલનહાર શ્રીહરિ યોગ નિદ્રાથી જાગે છે. જેના કારણે તેનો મહત્વ વધી જાય છે. 
 
અક્ષય નવમી 2022 પૂજા વિધિ 
અક્ષય નવમીના દિવસે આમળાના ઝાડની પૂજા કરાય છે. માન્યતા છે કે આ દિવસે આમળાની પૂજા કરવાથી શ્રીહરિની ખાસ કૃપા મળે છે. આ દિવસે સવારે સૌથી પહેલા ઉઠીને સ્નાન વગેરે કરવું. તે પછી સાફ સુથરા કપડા પહેરવું. તે પછી શુભ મુહુર્તમાં આમળાના ઝાડની પૂજા કરવી. પૂજા દરમિયાન ઝાડમાં ગાયનુ કાચુ દૂધ અર્પિત કરવું. તે પછી ઝાણી પરિક્રમા કરવી. પરિક્રમા કરતા ઝાડના તનામાં 8 વાર કાચુ સૂત કે નાડાછડી લપેટવી. પૂજા પછી આમળા નવમીની કથા સાંભળવી. પછી ઝાડના નીચે બ્રાહમણોને ભોજન કરાવવું તે પછી સામર્થય મુજબ તેમને દક્ષિણા આપી સમ્માન પૂર્વક વિદા કરવું. 
(Edited By -Monica Sahu)