આ 1 મંત્રથી શાંત થાય છે શનિદેવ, દિવસમાં ક્યારેય પણ કરો જાપ
શનિવારના દિવસે શનિદેવની કૃપા અને આશીર્વાદમાં શુભ ફળ મેળવવા ઈચ્છો છો તો શનિવારે સ્નાના વગેરે કર્મોથી નિવૃત્ત થઈને કોઈ શનિ મંદિર કે નવગ્રહ મંદિરમાં જાવ.
જો સવારનો સમય હોય તો અતિ શુભ છે અને જો તમે સવારના સમયે ન જઈ શકો તો સાંજના સમયે સ્નાન વગેરે કરીને જઈ શકો છો.
મંદિરમાં કાળા રંગનુ આસન પાથરો અને શનિદેવની મૂર્તિ સામે બેસી જાવ. ત્યારબાદ વિધિપૂર્વક શનિદેવની પૂજા કરો.
જો તમે મંદિર કે ઘર બંને સ્થાન પર શનિદેવની પૂજા કરવામાં સક્ષમ ન હોય તો લાકડીની ચૌકી પર કાળુ કપડુ પાથરો અને તેના પર શનિદેવની ફોટો મુકો પછી તેની સામે બેસીને શનિદેવની પૂજા કરો.
પૂજાના સમયે ધ્યાન રાખો કે તમારુ મોઢુ પશ્ચિમ દિશા તરફ મુકો. ત્યારબાદ શનિદેવને તેલ, કાળા તલ, અડદ, ભૂરા ફુલ, કાળા વસ્ત્ર વગેરે ચઢાવો. કોઈ પણ વ્યંજનનો ભોગ લગાવો. ત્યારબાદ શનિ મંત્રનો 108 વાર જાપ કરો..
ॐ सूर्यपुत्रों दीर्घदेहोविशालाक्ष: शिवप्रिय:।
मन्दचार प्रसन्नात्मा पीड़ा दहतु मे शनि:।।