બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 2 મે 2016 (13:53 IST)

ગૌમુત્ર ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા ઉપરાંત બીમારીઓ પણ દૂર કરે છે

ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે એ માટે જુના સમયથી અનેક પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓનુ પાલન જે ઘરોમાં કરવામાં આવે છે ત્યા વાતાવરણ સકારાત્મક અને પવિત્ર બન્યુ રહે છે. પ્રાચીન સમયમાં દરરોજ ઘરમાં ગૌમુત્રનો છંડકાવ કરવામાં આવતો હતો. આવુ કરવાથી ઘરનુ વાતાવરણ શુભ અને પવિત્ર રહે છે. આજે પણ આ પરંપરાનુ પાલન અનેક લોકો કરે છે. અહી જાણો ગૌમૂત્ર છાંટવાથી કયા કયા લાભ થાય છે. 
 
ગાયની સેવાથી પ્રસન્ના થાય છે દેવી-દેવતા 
 
ગાયને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગાયના શરીરમાં બધા દેવી-દેવતાઓનો વાસ હોય છે. આ કારણે ક્યારેય પણ ગાયનો અનાદર ન કરવો જોઈએ. જે લોકો ગાયની સેવા કરે છે તેમને બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. અને પુણ્યનો વધારો થાય છે.  જૂના જમાનામાં મોટાભાગના લોકો પોત-પોતાના ઘરમાં જ ગાયને પાળતા હતા. પણ આજે ખૂબ જ ઓછા લોકોના ઘરે ગાય હોય છે.  જેમના ઘરે ગાય નથી તેઓ નિયમિત કોઈ ગૌશાળામાં જઈને લીલા ઘાસનુ દાન કરી શકે છે કે પછી પોતાની ઈચ્છા મુજબ ધનનુ દાન કરી શકે છે. આવુ કરવાથી ગૌમાતાની કૃપા મળે છે.  ગૌસેવાનુ મહત્વ તેના પરથી સમજી શકાય છે કે ખુદ ભગવાન કૃષ્ણ એ પણ ગૌમાતાની સેવા કરી હતી.   
 
ગૌમુત્રથી દૂર થાય છે અનેક રોગ 
 
જો તમે નિયમિત રૂપે ગૌમુત્રનો છંડકાવ કરો છો તો ઘરના વાસ્તુદોષ ઓછા થાય છે. વાસ્તુ દોષને કારણે આવી રહેલ મુશ્કેલીઓ ઓછી થાય છે. જો ઘરની આજુબાજુ કોઈ નકારાત્મક ઉર્જા સક્રિય હશે તો તે પણ નિષ્ક્રિય થઈ શકે છે.  
 
ગૌમુત્રની ગંધથી હાનિકારક કિટાણુનો નાશ થાય છે 
 
આયુર્વેદ મુજબ ગૌમુત્રનુ નિયમિત સેવન અનેક બીમારીઓને નષ્ટ કરી શકે છે. ઘણી બીમારીઓમાં દવાના રૂપમા તેનો ઉપયોગ થાય છે. જે લોકો નિયમિત રૂપે થોડુ ગૌમૂત્ર પીવે છે તેમની રોગપ્રતિરોધી ક્ષમતા વધે છે.  મૌસમ પરિવર્તન વખતે થનારી બીમારીઓ દૂર થાય છે. શરીર સ્વસ્થ અને ઉર્જાવાન બન્યુ રહે છે.   
 
જે ઘરમાં નિયમિત ગૌમૂત્ર છાંટવામાં આવે છે ત્યા દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જેનાથી ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી.