Budh Pradosh Vrat 2021: આજે છે બુધ પ્રદોષ વ્રત, જાણો ભગવાન શિવની પૂજાનુ મુહૂર્ત અને મહત્વ
Budh Pradosh Vrat 2021: એકાદશી વ્રતની જેમ એકાદશી વ્રત પણ દરેક મહિનામાં બે વાર આવે છે. દર મહિનાની તેરસ તિથિના રોજ પ્રદોષ વ્રત હોય છે. દિવસના આધારે તેનુ નામ બદલાતુ રહે છે. અષાઢ મહિનાની તેરસ તિથિ આજે 07 જુલાઈએ છે. આજે બુધવાર હોવાથી આ બુધ પ્રદોષ છે. આ દિવસે પ્રદોષ કાળમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ કે બુધ પ્રદોષના દિવસે પૂજાનુ શુભ મુહૂર્ત શુ છે અને પ્રદોષ વ્રત પ્રદોષ વ્રતના શુ લાભ થાય છે.
બુધ પ્રદોષ 2021 વ્રત તિથિ
હિન્દુ પંચાંગ મુજબ અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશીની તારીખ 06 જુલાઈ મંગળવાર મોડી રાત્રે 01.02 થી શરૂ થઈ છે. ત્રયોદશી તિથિ ગુરુવાર, 08 જુલાઈને સવારે 03.20 સુધી રહેશે. ભગવાન શિવની ઉપાસના માટે, પ્રદોષ કાળનુ મુહૂર્ત 07 જુલાઈએ પ્રાપ્ત થઈ રહ્યુ છે, તેથી બુધ પ્રદોષ વ્રત ફક્ત આ તારીખે જ રાખવામાં આવશે.
બુધ પ્રદોષ વ્રત 2021 પૂજા મુહુર્ત
07 જુલાઈએ પ્રદોષ વ્રતની પૂજાનુ મુહૂર્ત 02 કલાક 01 મિનિટનુ છે. તમારે આ સમયગાળા દરમિયાન જ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ. બુધવારે તમે સાંજે 07.23 થી રાત્રે 09.24 સુધી પ્રદોષ વ્રતની પૂજા કરી શકો છો. આ સમયગાળા દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરવાની હોય છે. પ્રદોષની પૂજા સાંજે જ કરવામાં આવે છે.
પ્રદોષ વ્રતનુ મહત્વ
પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ સહેલાઈથી પ્રસન્ન થાય છે. તે આદિ છે, તે જ અંત છે. તેમનાથી જ જીવન છે અને તેમનાથી જ મૃત્યુ છે. તે મહાકાલ છે. જે લોકો ત્રયોદશીના દિવસે પ્રદોષ વ્રત રાખે છે તેમને રોગોથી મુક્તિ મળે છે, જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. દુ:ખ અને પાપનો નાશ થાય છે. જે લોકોને કોઈ સંતાન નથી, તે લોકોના વંશ વૃદ્ધિ માટે સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે.