1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 31 માર્ચ 2022 (14:00 IST)

Chaitra Amavasya- કાલે ચૈત્ર અમાસ પર બની રહ્યો છે ખાસ સંયોગ, જાણો શુભ મૂહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

Chaitra Amas
ચૈત્ર અમાસનો મહત્વ 
ચૈત્ર અમાસને કાળ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ ખાસ ગણાય છે. આ દિવસે કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે ચાંદીના નાગ-ગાગિનની પૂજા કરાય છે. ત્યારબાદ તેણે નદીમાં પ્રવાહિત કરી નાખીએ છે. તેની સાથે જ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજપ મંત્રનો જપ કરાય છે. 
 
ચૈત્ર અમાસ પૂજા વિધિ 
આ દિવસે સવારે જલ્દી ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવુ જોઈએ. 
જો ઘરે જ સ્નાન કરી રહ્યા છો તો નહાવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરી સ્નાન કરવુ જોઈએ. 
સ્નાન પછી ભગવાન સૂર્યને અર્ધ્ય આપવુ જોઈએ. 
ત્યારબાદ અન્ન, કપડા, આમળા, ધાબડા વગેરે ઘીનો દાન કરવુ જોઈએ. 
ગાયને લીલો ચારો ખવડાવુ જોઈએ. 
પિતરોને તર્પણ કરવુ જોઈએ.