શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 6 જુલાઈ 2015 (15:56 IST)

મંદિરમાં ચરણામૃત કેમ આપવામાં આવે છે

ચરણામૃત બે શબ્દોથી મળીને બને છે. ચરણ અને અમૃત. જેનો સીધો અર્થ થયો - ભગવાનના ચરણોમાં અમૃત. પૌરાણિક માન્યતાઓમાં આના અનેક સંદર્ભ મળે છે. જેમા દેવતાઓના ચરણોથી જળધારાઓ પ્રકટ થઈ છે. આ ધારાઓ નદીઓના રૂપમાં ધરતી પર આવી અને તરસ છિપાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. જળ જ જીવન છે. તેથી તેને અમૃત કહેવામાં આવ્યુ. કારણ કે આના પાનથી આપણે મરતા નથી. 
 
ભગવાનના ચરણ સ્પર્શ કરવાની આ પરંપરા પ્રાચીન છે. જે જળથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે તે જળ તેમની મૂર્તિથી થઈને ચરણ સુધી આવે છે અને પછી નીચે વહે છે. આ જળને ચરણામૃત કહેવામાં આવે છે. મતલબ ભગવાનનુ સ્પર્શ કરેલુ જળ.  તેથી તેને પવિત્ર માનવામાં આવે છે અને તેનુ પાન કરવુ સૌભાગ્ય. આજકાલ મંદિરોમાં એક કળશમાં તુલસી નાખીને તેને પણ ચરણામૃતના રૂપમાં દર્શનાર્થીયોને આપવામાં આવે છે.