બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 4 નવેમ્બર 2022 (08:26 IST)

દેવ ઉઠની એકાદશીના દિવસે સાંજે કરી લો આ એક ઉપાય, ધન મળશે અપાર

devshayani-ekadashi-
આજે દેવ ઉઠની એકાદશી છે આજે ભગવાન વિષ્ણુ પોતાની નિદ્રામાંથી જાગી ગયા છે.  આજનો આખો દિવસ શુભ કહેવાય છે.  તેથી  આજે કોઈપણ શુભ કાર્ય શરૂ કરી શકાય છે. તેથી જ આજના દિવસથી લગ્નકાર્ય શરૂ થઈ જાય છે  
 
આજે દેવઉઠની એકાદશી જેને  દેવપ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશી પણ કહે છે. 
જો તમે આ દિવસે વ્રત કરી શકો તો અતિ ઉત્તમ છે. પણ જો ન કરી શકો તો કેટલાક ઉપાયો પણ તમને શુભ ફળ આપશે 
 
1. સવારે સ્નાન પછી ભગવાન વિષ્ણુની સોના ચાંદી પીત્તળ કે તાંબાની મૂર્તિને પીતાંબરથી સજાવીને લાલ વસ્ત્ર વાળા આસન પર વિરાજમાન કરાવો. 
2. દેવ ઉઠની એકાદશીના દિવસે દક્ષિણાવતી શંખમાં ગંગાજળ ભરીને  તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. 
 
3. દેવઉઠની એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ કે પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવો. 
 
4. જો તમે ધન લાભ ઈચ્છતા હોય તો આજના દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો 
 
5. એકાદશીની સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો અને તુલસીના છોડને પ્રણામ કરો. 
 
6. દેવઉઠની એકાદશી પર ગાયના કાચા દૂધમાં કેસર મિક્સ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. 
 
7. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. તેથી એકાદશી પર પીપળાના ઝાડ પર જળ ચઢાવો. 
 
8. વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને અન્ન (ઘઉ ચોખા વગેરે) નુ દાન કરો. પછી તેને ગરીબોમાં વહેંચી દો. 
 
9.  મધુર સ્વર માટે ગોળનું દાન લાંબી આયુ માટે સરસવના તેલનું દાન શત્રુ બાધાથી મુક્તિ મેળવવા માટે સરસવનુ તેલ અને ગળ્યુ તેનું દાન, સંતાન પ્રાપ્તિ માટે દૂધનું 
 
દાન અને  પાપ મુક્તિ માટે ઉપવાસ આ આજના દિવસ માટે શ્રેષ્ઠ ઉપાય છે.  
 
10.  સવારે સવારે ઘરની સાફ સફાઈ કર્યા પછી મુખ્ય દ્વાર પર હળદરનુ જળ કે ગંગાજળનો છંટકાવ કરો. ૐ નમો નારાયણાય કે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ નો 108 
 
વાર કે એક તુલસીની માળાનો જાપ કરો.  ઘરમાં ધન ધાન્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનો પણ કેસરના જળથી અભિષેક કરો. 
 
11. દેવ ઉઠની એકાદશીની સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો અને ૐ નમો ભગવતે વાસુદેવાય નમ નો જાપ કરતા તુલસીને 11 પરિક્રમા કરો. તેનાથી 
 
ઘરના બધા સંકટ અને આવનારી પરેશાનીઓ ટળી જાય છે. અને આપના ઘરમાં ખુશીઓ કાયમ રહે છે.