રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 20 જુલાઈ 2021 (05:30 IST)

Devshayani Ekadashi- 20 જુલાઈને કરી લો ભગવાન વિષ્ણુના 11 ઉપાય

દેવશયની એકાદશી ખાસ- 20 જુલાઈને કરી લો ભગવાન વિષ્ણુના 11 ઉપાય 
20 જુલાઈ 2021 ને આષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી છે જેને દેવશયની એકાદશી કે હરિશ્યની એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુઅ શયન અવસ્થામાં આવી જાય છે. બીજા શબ્દોમાં આ દિવસથી દેવપ્રબોધિની એકાદશી સુધી ભગવાન  વિષ્ણુ પાતાલ લોકમાં નિવાસ કરે છે. જો તમે આ દિવસે વ્રત રાખી શકો તો અતિ ઉત્તમ છે પણ જો ના રાખી શકો તો કેટલાક સામાન્ય શુભ ગતિવિધિઓ કરી શકો છો. 
 
1. સવારે સ્નાન પછી ભગવાન વિષ્ણુની સોના, ચાંદી, પીત્તળ કે તાંબાની મૂર્તિને પીતંબરથી સજાવીને સફેદ વસ્ત્રથી શણગારેલા ઓશીંકા અને પથારી વાળા એક નાનકડું પલંગ પર શયન કરાવો. તેની સાથે જ કેટલીક ખાસ મનોકામનાની પૂર્તિ માટે આ મહીનામાં કેટલીક વસ્તુઓના ત્યાગનો વ્રત લેવું. 
2. દેવશયની એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવું. 
3. દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફળ કે પીળા રંગની મિઠાઈનો ભોગ લગાવવું. 
4. એકાદશીની સાંજે તુલસીની સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો લગાવો અને તુલસીના છોડને પ્રણામ કરવું. 
6. દેવશયની એકાદશી પર ગાયના કાચા દૂધમાં કેસર મિકસ કરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવું. 
7. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. તેથી એકાદશી પર પીપળના ઝાડ પર જળ ચઢાવવું. 
8. વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને અન્ન (ઘઉં, ચોખા) વગેરે દાન કરવું. પછી તેને ગરીબોમાં વહેચવું. 
9. મધુર સ્વર માટે ગોળ, લાંબી ઉમ્ર માટે સરસવનું તેલ, શત્રુ બાધાથી મુક્તિ માટે સરસવનું તેલ અને મીઠા તેલ, સંતાન પ્રાપ્તિ માટે દૂધ, પાપ મુક્તિ માટે ઉપવાસ. 
10. સવારે સવારે ઘરની સાફ સફાઈ પછી મુખ્ય દ્વાર પર હળદરનો જળ કે ગંગાજળનો છાંટવુं. "ૐ નમો નારાયણાય" કે "ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:" નો 108 વાર કે તુલસીની માળા જાપ કરવી. ઘરમાં ધન-ધાન્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનો કેસર મિક્સ જળથી અભિષેક કરવું. 
11. એકાદશીની સાંજે તુલસીની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને "ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:" નો જાપ કરતા તુલસીની 11 પરિક્રમા કરવી. તેનાથી ઘરના બધા સંકટ અને આવતી પરેશાનીઓ ટળી જાય છે.