બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 25 ઑક્ટોબર 2023 (09:01 IST)

પાપાંકુશા એકાદશી વ્રત કથા - આ વ્રત કરવાથી બધા પાપોથી મળશે મુક્તિ

papkunshi
અશ્વિન મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે દશેરા પછી આવનારી એકાદશી હોય છે. પાપાંકુશા એકાદશી વ્રત. આ એકાદશીનુ નામ પાપકુંશી એ માટે પડ્યુ કારણ કે આ દિવસે વ્રત કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. 
 
આ અગિયાર પર ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પાપરૂપી હાથીને આ વ્રતના પુણ્યરૂપી અંકુશથી વેધવાને કારણે તેનુ નામ પાપાંકુશા અગિયારસ પડ્યુ.  આ વ્રતમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. રાત્રે જાગરણ કરી ભગવાનનુ સ્મરણ કરવુ જોઈએ. રાત્રે ભગવાન વિષ્ણુની મૂર્તિ સમીપ જ શયન કરવુ જોઈએ.  બીજા દિવસે સવારે બ્રાહ્મણોને અન્નનુ દાન અને દક્ષિણા આપ્યા પછી વ્રત સમાપ્ત કરવામાં આવે છે.  આ વ્રતના એક દિવસ પહેલા દશમીએ  ઘઉ, મગ, ચણા, જવ, ચોખા અને મસૂરનુ સેવન ન કરવુ જોઈએ. આ વ્રતના પ્રભાવથી વ્રતી વૈકુંથ ધામ પ્રાપ્ત કરે છે.

ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યુ કે ભગવાન, અશ્વિન શુક્લ એકાદશીનુ શુ નામ છે ? હવે તમે કૃપા કરીને તેની વિધિ અને ફળ બતાવો. ભગવાને કહ્યુ કે હે યુધિષ્ઠિર, પાપોને નાશ કરનારી એકાદશીનુ નામ પાપાંકુશા એકાદશી છે. હે રાજન, આ દિવસે મનુષ્યએ વિધિપૂર્વક ભગવાન પદમનાભની પૂજા કરવી જોઈએ. આ અગિયારસ મનુષ્યને મનવાંછિત ફળ આપીને સ્વર્ગ પ્રાપ્ત કરાવનારી છે. 

યુધિષ્ઠિરે પૂછયું : “મધુસુધદન ! આસો માસના શુકલ પક્ષની એકાદશીનો મહિમાં જણાવો.”
શ્રીકૃષ્‍ણ બોલ્યા, હે રાજન ! આસોના શુકલ પક્ષમાં પાશાંકુશા નામની વિખ્‍યાત એકાદશી આવે છે. એ સઘળા પાપોને હરનારી, સ્‍વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગ બનાવનારી, તથા સુંદર સ્‍ત્રી, ધન અને મિત્ર આપનારી છે. મનુષ્‍ય આ એક માત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો એને કયારેય યમયાતના પ્રાપ્‍ત નથી થતી.

રાજન ! એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરનાર મનુષ્‍ય અનાયાસે જ દિવ્‍યરુપ ધારી, ચતુર્ભૂજ, ગરુડની ધ્‍વજાથી યુકત હારથી સુશોભિત અને પિતામ્‍બરધારી થઇને ભગવાન વિષ્‍ણુના ધામમાં જાય છે. રાજન આવા પુરુષો માતૃપક્ષની દશ, પિતૃપક્ષની દશ તથા પત્‍નીના પક્ષની પણ દસ પેઢીઓનો ઉધ્‍ધાર કરી દે છે.

આ દિવસે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે મુજ વાસુદેવનું પુજન કરવું જોઇએ. જિતેન્‍દ્રીય મુનિ ચિરકાળ સુધી કઠોર તપસ્‍યા કરીને જે ફળ પ્રાપ્‍ત કરે છે, એ ફળ આ દિવસે ગરુડધારી શ્રી વિષ્‍ણુના દર્શન કરવાથી જ મળી જાય છે.

જે પુરુષ સુવર્ણ, તલ, ભૂમિ, ગૌ, અન્‍ન, જળ, પગરખા અને છત્રીનું દાન કરે છે, એ કયારેય યમરાજને નથી જોતો.