રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી પૂજા
Written By
Last Modified: બુધવાર, 9 ઑક્ટોબર 2024 (13:02 IST)

Kanya Pujan Rules: આ વિધિથી કરો કન્યા પૂજન, નહી તો લાભને બદલે જીવનમાં આવશે પરેશાની

kanya bhoj AI
Shardiya Navratri 2024 Kanya Pujan Vidhi: નવરાત્રી દરમિયાન કન્યા પૂજાનુ ખાસ મહત્વ હોય છે કારણ કે કન્યાઓને મા દુર્ગાનુ સ્વરૂપ માનવામાં આવે છે. સાથે જ દેવી લક્ષ્મીનુ પણ સ્વરૂપ માનવામાં આવે છે.   આ અનુષ્ઠાન સામાન્ય રીતે અષ્ટમી અને નવમી તિથિ પર કરવામાં  આવે છે. પરંતુ કેટલાક લોકો તેને નવરાત્રીના અન્ય દિવસોમાં પણ કરે છે. પૌરાણિક કથાઓ મુજબ દેવી દુર્ગાએ રાક્ષસ કાલાસુરને હરાવવા માટે એક યુવા યુવતીના રૂપમાં અવતાર લીધો હતો. તેથી નવરાત્રી પર કન્યા પૂજનનુ આયોજન કરવામાં આવે છે. કારણ કે નાની નાની કન્યાઓમાં માતા શેરાવાલીનો વાસ હોય છે. 
 
બીજી બાજુ આ દરમિયાન કેટલાક ખાસ નિયમોનુ પાલન કરવુ જોઈએ જેનાથી પૂજાનુ પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે. તો આવો  જાણીએ.. 
 
ક્યારે છે કન્યા પૂજન 2024 ?
હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 10 ઓક્ટોબરે બપોરે 12:31 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, આ તારીખ 11 ઓક્ટોબરે બપોરે 12:06 વાગ્યે સમાપ્ત થશે. કેલેન્ડરના આધારે, દુર્ગા અષ્ટમી અને નવમી 11 ઓક્ટોબરના રોજ એકસાથે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં આ વર્ષે કન્યા પૂજાનું આયોજન 11 ઓક્ટોબરે જ કરવામાં આવશે.
 
કન્યા પૂજનના નિયમ  (Rules Of Kanya Pujan)
- કન્યાઓનું સ્વાગત કરીને વિધિની શરૂઆત કરો.
- ત્યારબાદ તેમના પગ ધોઈ લો અને તેમને આસન પર બેસાડો.
-  ત્યારબાદ તેમના કપાળ પર કુમકુમ લગાવો અને પવિત્ર દોરો બાંધો 
- હવે કન્યાઓને કાળા ચણા-પુરી, શ્રીફળ અને કંસાર કે ખીરનો પ્રસાદ નૈવેદ્ય તરીકે ખવડાવો.  
- કન્યાઓને ચુંદડી, બંગડીઓ અને નવા કપડાં જેવી ભેટ આપો.
- પછી ફળ અને તમારી દક્ષિણા મુજબ દાન આપો 
- ત્યારબાદ કન્યાઓના પગે પડીને આશીર્વાદ લો. 
- છેવટે થોડા ચોખા આપીને તેમને તમારા ઘરમાં નાખવાનુ કહો સાથે જ પોતે પણ લો. 
 - આ દરમિયાન તામસિક વસ્તુઓથી પરેજ કરો