શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2022 (00:49 IST)

Ganga Dussehra 2022 Upay - ગંગા દશેરાના દિવસે કરો આ 4 ઉપાય, સમસ્યાઓથી મળશે મુક્તિ

shiv and shivling
ગંગા દશહરા તહેવારનું  વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી 10 પ્રકારના પાપ દૂર થાય છે. પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમના દિવસે ગંગા દશેરાનો તહેવાર ઉજવવામા  આવે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વિશેષ લાભ થાય છે. તેથી, જો તમે પણ તમારી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હો, તો આ દિવસે કરો આ ઉપાય 
 
નોકરીની અડચણો દૂર કરવા - નોકરી-ધંધામાં આવતી અડચણો દૂર કરવી હોય તો.  ગંગા દશહરાના દિવસે એક માટીનો ઘડો લો. તેમાં ગંગાજળના થોડા ટીપાં અને થોડી ખાંડ ઉમેરો. હવે ઘડામાં પાણી ભરો અને ગરીબને  દાન કરો. આ તમારી નોકરીનો માર્ગ સરળ બનાવશે
 
રોગોથી છુટકારો મેળવવા માટે - જો તમારા ઘરની કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો તેનાથી છુટકારો મેળવવા માટે ગંગા દશેરાના દિવસે ગંગામાં સ્નાન કર્યા બાદ વિષ નાશિન્યૈ, જીવનાયૈ નમોસસ્તુ તે, તાપ ત્રય સંહન્ત્રૈ, પ્રાણેશ્યૈ તે નમો નમ:  મંત્રનો  11 વખત જાપ કરો. જો ગંગામાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરમાં સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળના થોડા ટીપાં નાખીને સામાન્ય પાણી સાથે મિક્સ કરીને સ્નાન કરો અને સ્નાન દરમિયાન જ આ મંત્રનો 11 વાર જાપ કરો.
 
ધન આગમન માટે - ગંગા દશેરાના દિવસે સ્નાન કર્યા પછી, મંદિરમાં જઈને શિવલિંગને ગંગા જળથી અભિષેક કરો અને  થોડું ગંગાજળ  લોટામાં બચાવી લો.  ઘરે આવીને એ જળનો  આખા ઘરમાં  છંટકાવ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. આ સાથે, ધનના આગમનમાં આવતા અવરોધો દૂર થાય છે.
 
કર્જ મુક્તિ માટે - જો તમે લોન લીધી છે અને તેનાથી છૂટકારો નથી મળી રહ્યો તો તેના માટે ગંગા દશેરાના દિવસે આ ઉપાય કરો. આ માટે સૌથી પહેલા તમારી લંબાઈનો એક કાળો દોરો લો અને તેને નારિયેળમાં લપેટીને શિવલિંગની સામે મુકો. ત્યારબાદ તમારી સમસ્યાના અંત માટે પ્રાર્થના કરો અને સાંજે વહેતા પાણીમાં કાળા દોરાથી લપેટેલા નારિયેળને પધરાવી દો.  પ્રવાહિત કર્યા પછી પાછળ વળીને જોશો નહીં. થોડા દિવસોમાં જ તમને તમારી સમસ્યાનો ઉકેલ મળી જશે.