મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 16 નવેમ્બર 2016 (15:13 IST)

Guru ke upay- ગુરૂ ગ્રહના દોષોને દૂર કરવાના ઉપાય

જો લગ્ન અને ભાગ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવું પડે છે . ગુરૂ ગ્રહના દોષોની શાંતો માટે ગુરૂવારે ખાસ ઉપાય કરી શકાય છે. ગુરૂ ગ્રહને બૃહસ્પતિ પણ કહેવાય છે. આ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂ વૈવાહિક જીવન અને ભાગ્યનું કારક ગ્રહ છે. 
 
અહીં જાણો કેટલાક ઉપાય , જેનાથી ગુરૂ ગ્રહના દોષોને દૂર કરી શકાય છે. 
1. દરેક ગુરૂવારે શિવજીને બેસનના લાડુનો ભોગ લગાડો. આ ઉપાયથી ગુરૂ ગ્રહના દોષ દૂર હોય છે. 
 
2. ગુરૂવારે ગુરૂ ગ્રહ માટે વ્રત રાખો. આ દિવસે પીળા કપડા પહેરવું. વગર મીઠાનું ભોજન ખાવું. ભોજનમાં પીળા રંગના પકવાન જેમ કે બેસનના લાડુ , કેરી , કેળ વગેરે પણ શામેળ કરો. 
 
3. ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટાને પીળા કપડા પર વિરાજિત કરો અને પૂજા કરો. પૂજામાં કેસરિયા, ચંદન , પીળા ચોખા અને પ્રસાદ માટે પીળા પકવાન કે ફળ ચઢાવો. 

4. ગુરૂ મંત્રનો જાપ કરો. મંત્ર ॐ બૃં બૃહસ્પત્યે નમ: મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવી જોઈએ. 
 
5. ગુરૂથી સંકળાયેલી પીળી વસ્તુઓનું દાન કરો . પીળી વસ્તુ જેમ કે સોનું , હળદર , ચણાની દાળ , કેરી (ફળ) વગેરે 
 
6. ગુરૂવારે સૂર્યોદયથી પહેલા ઉઠવું. સ્નાન પછી ભગવાન વિષ્ણુના સામે ઘી નો દીપક પ્રગટાવો. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનું પાઠ કરો. 
 
7. ગુરૂવારની સાંજે કેળાના ઝાડ નીચે દીપક પ્રગટાવો. કેળાની પૂજા કરો અને લાડુ કે બેસનની મિઠાઈ ચઢાવો.
 
8. ગુરૂવારની ખાસ પૂજા પછી પોતાના માથા પર કેસરનો ચાંદલો લગાડો. જો કેસર નહી હોય તો હળદરનું ચાંદલો પણ લગાવી શકો છો. 
 
9. ગુરૂવારે માતા-પિતા અને ગુરૂના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ પ્રાપ્ત કરો. 
 
આ ઉપાયથીએ ધન સંપતિ , લગ્ન અને ભાગ્ય સંબંધી મુશ્કેલી દૂર થઈ શકે છે.