શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (09:16 IST)

આર્થિક સંકટ હોય તો ગુરૂવારે કરશો આ ઉપાય તો દૂર થશે તંગી..

દરેક કોઈને પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ધનની જરૂર હોય છે. પણ ધન દરેક કોઈ પાસે ટકતુ નથી.
આર્થિક સંકટ સૌથી મોટુ કષ્ટ હોય છે. તેથી આ સંકટને દૂર કરવા માટે ગુરૂવારે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ.
આ ઉપાય જીવનમાં આવી રહેલ આર્થિક પરેશાનીઓને દૂર કરવા ઉપરાંત આ
ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને વૈભવનો પણ
વાસ રહેશે.
 
ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને આ દિસસે આ દેવતાઓને કેટલીક જરૂરી વસ્તુઓ અર્પિત કરવી જોઈએ.
જેનાથી તમારા સંકટ દૂર થઈ શકે છે.
તો આવો જાણીએ જો આર્થિક સંકટ હોય તો તે કયા ઉપાય છે જે કામ આવી શકે છે.
 
ગુરૂવારના દિવસે કરો આ કામ
- ગુરૂવારના દિવસે સ્નાન ધ્યાન પછી તમારે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ.
આ સાથે જ ભગવાનને પીળા ફુલ, ચંદન અને ભોગ લગાવવો જોઈએ. ગુરૂવારે
પીળી જ વસ્તુઓ ખાવી પણ જોઈએ અને દાન પણ કરવી જોઈએ.
-સ્નાન કરવાના પાણીમાં દર ગુરૂવારે ચપટી હળદર નાખી દો. આ પાણીથી સ્નાન કર્યા પછી તમે કેળાની જડમાં પાણી નાખો અને એ જળમાં પણ ચપટી હળદર અને પીળા ફુલ સામેલ કરો. તેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થવા માંડશે.