આ ઉપાયથી દૂર થઈ જશે મંગલ દોષ

Last Modified મંગળવાર, 2 મે 2017 (15:34 IST)
રામ ભક્ત હનુમાનને સંકટ મોચનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજા માટે મંગળવારનો દિવસ રાખવામાં આવ્યો છે. કારણ કે તેમનો જન્મ મંગળવારના દિવસે થયો હતો.

આ દિવસ ધાર્મિક હિસાબથી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. બધા બગડેલા કામને ઠીક કરવા માટે આ દિવસ સૌથી યોગ્ય છે. રામ ભક્ત હનુમાનની શરણમાં જે આવે છે તેના જીવનની નૈયા પાર થઈ જાય છે. આવો જાણીએ મંગળવાર વિશેષમાં હનુમાનજીના કેટલાક શક્તિશાળી મંત્ર વિશે...

આ 5 મંત્રો વિશે જેનો જાપ કરવાથી તમારા બધા અમંગલ કાર્ય મંગલ થઈ જશે

મંગળવારના દિવસે સવાર સવારે ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને હનુમાનજીની પૂજા કરો. ત્યારબાદ હનુમાનના આ 5 અસરદાર મંત્રોનો જાપ કરો.

1.ॐ रूवीर्य समुद्भवाय नम:
2. ॐ शान्ताय नम:
3. ॐ तेजसे नम:
4. ॐ प्रसन्नात्मने नम:
5. ॐ शूराय नम:

ચંદનમાં લગાવેલ લાલ ફૂલ અને અક્ષત (ચોખા) લઈને હનુમાનજીના ચરણોમાં અર્પિત કરો. તમારા સુખી જીવનની કામના કરો.


આ પણ વાંચો :