ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 22 નવેમ્બર 2023 (08:08 IST)

Kansa Vadh - કંસના વધના પાછળ હતા તેમના કેટલા જન્મોના કર્મ? અહીં જાણો કંસથી સંકળાયેલી રોચક જાણકારી

Shri Krishna on DD
Karma, Kansa Vadh 2023: કૃષ્ણ અને કંસની કથા તો દરેક કોઈ જાણે છે પણ કંસથી સંકળાયેલી કેટલીક રોચક અને મહત્વપૂર્ણ વાત અહીં જણાવી રહી છે જે કદાચ તમે જાણતા હશો. ધર્મ ગ્રંથના મુજબ 22 નવેમ્બરે કંસ વધ દિવસ છે. મથુરાના રાજા કંસ, ભગવાન કૃષ્ણના મામા હતા. કંસે બળજબરીથી તેના પિતા ઉગ્રસેનને ગાદી 
પરથી હટાવીને મથુરા પર કબજો કર્યો. ચાલો જાણીએ મથુરાના દુષ્ટ રાજા કંસના જન્મ અને તેમના જન્મ વિશેની ઘણી અજાણી વાતો, જે તમે ભાગ્યે જ ક્યાંય વાંચી કે જોઈ હશે.
 
દરેક જન્મમાં મળ્યુ એક જ શ્રાપ 
ધાર્મિક માન્યતાઓ મુજબ કંસને દરેક જન્મમાં ભગવાન વિષ્ણુ દ્વારા માર્યા જવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો. આ કારણે તેમના પાછલા જન્મમાં પણ ભગવાન વિષ્ણુના હાથથી જ મૃત્યુ થઈ હતી. જાણીએ શા માટે અને કેવી રીતે 
 
દ્વાપર યુગમાં કંસ હિરણ્યકશ્પના ઘરે તેમના દીકરાના રૂપમાં જન્મ લીધુ. તેનો નામ અ કામનેમિ હતો. અસુર કાલનેમિના છ દીકરા અને એક દીકરી થઈ. દીકરીનો નામ વૃંદા હતું. તેનો લગ્ન જાલંધર રાક્ષસથી થયો હતો, જેને પાછળથી ભગવાન વિષ્ણુ દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો અને તે તુલસી વૃંદાવન કહેવાતી હતી.
kansa vadha
કાલનેમિ ખૂબ દુષ્ટ હતો. સ્કંદ પુરાણની એક કથાના મુજબ તેમના દૈત્યની સેનાની સાથે દેવતાઓ પર આક્રમણ કરી દીધુ હતું જેથી તે અમૃત કલશને દેવતાઓથી છીનવી શકે. , આનાથી ક્રોધિત થઈને ભગવાન વિષ્ણુએ તેનો અંત લાવ્યો. આવી સ્થિતિમાં, કાલનેમીના છ પુત્રો એટલે કે હિરણ્યાક્ષના પૌત્ર તેમના રાક્ષસી સ્વરૂપથી પરિચિત હતા અને આ કારણોસર તેઓએ તેમની પ્રશંસા કરવાનો ઇનકાર કર્યો. આ કારણથી તે બધાને હિરણ્યાક્ષ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો કે તેઓ પાતાળના રહેવાસી બની જાય. પરંતુ કાલનેમીના પુત્રોએ ઘણા પુણ્ય કાર્યો કર્યા હતા, જેના કારણે તેમના પર આ શ્રાપની અલગ અસર થઈ હતી. 
 
હિરણ્યાક્ષ સાથે સીધો સંબંધ હતો
 
હિરણ્યાક્ષે દેવી પૃથ્વીને ત્રાસ આપ્યો હતો, જેના કારણે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લીધો અને હિરણ્યાક્ષને પાણીમાં ડુબાડીને મારી નાખ્યો. આ પછી કાલનેમીએ રાજા ઉગ્રસેન અને તેની પત્ની પદ્માવતીના ઘરે કંસ તરીકે જન્મ લીધો.
 
કંસના આટલા ઉપદ્રવી અબે દુષ્ટ થવાના પાછળ એક બીજુ કારણ જણાવીએ છે. પદ્યા પુરાણની એક કથા મુજબ દ્રામિલ નામના એક માયાવી ગંધર્વએ ઉગ્રસેનના રૂપ બનાવીને છલથી પદ્યાવતીને ગર્ભવતી કરી નાખ્યુ. આ કથાના મુજબ કંસ આ રાક્ષસ દ્રામિલ અને પદ્માવતીનો પુત્ર હતો. આ કારણે તેમના પુત્ર કંસથી તેણે કોઈ પ્રેમ ન હતો. 

કંસએ પોતાની જ બેનને બંદ બનાવ્યો 
એક કથા મુજબ કહેવાય છે કે કંસની માતાએ પોતે તેને શ્રાપ આપ્યો હતો કે તેના પરિવારનું કોઈપણ બાળક તેના મૃત્યુનું કારણ બનશે. કંસની એક પિતરાઈ બેન હતી જેનું નામ દેવકી હતું. તે દેવકીને ખૂબ પ્રેમ કરતો હતો. દેવકીના લગ્નમાં એક ભવિષ્યવાણી હતી કે દેવકીનો પુત્ર કંસ માટે મૃત્યુ પામશે. ભકિષ્યવાણી  સાંભળીને કંસે દેવકી અને તેના પતિ વાસુદેવને કેદ કરી દીધા અને દેવકીના તમામ બાળકોને મારી નાખ્યા. તે કાલનેમીનો જ પુત્ર હતો. તેના 6 પુત્રો અહીં જ દેવકીના ગર્ભમાંથી જન્મ થયો હતો.
 
દંતકથા અનુસાર, હકીકતમાં, કાલનેમીના આ પુત્રોના જન્મ પર પણ એક શ્રાપ હતો કે તેઓ કાલનેમીના હાથે મૃત્યુ થશે અને તેથી જ આ જન્મમાં કંસએ દેવકીના ગર્ભમાંથી જન્મેલા પોતાના જૂના પુત્રોને મારી નાખ્યા.
 
કંસને બે પત્નીઓ હતી
 
પૌરાણિક અને ધાર્મિક ગ્રંથો અનુસાર કંસને બે પત્નીઓ હતી. જેમના નામ પ્રાપ્તિ અને અસ્તિ હતા. કંસની બંને પત્નીઓ મગધના રાજા જરાસંધની પુત્રીઓ હતી. એવું કહેવાય છે કે જ્યારે શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો ત્યારે જરાસંધે મથુરા પર ઘણી વાર હુમલો કર્યો. પરંતુ દરેક વખતે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ જરાસંધને ભીમના હાથે માર્યો હતો.
 
પાપનુ ભાર આ રીતે ચઢ્યો કંસ પર 
 આ રીતે કંસ પર પાપનો ભાર ચઢતો જ ગયો. આખરેમાં પોતે ભગવાન વિષ્ણુ કૃષ્ણના રૂપમાં ધરતી પર જન્મ લીધું. અને ગોકુલમાં પળવા લાગ્યા. પણ તેમનો અસલી ઉદ્દેશ્ય તો કંસથી તેમના માતા-પિતા અને નાનાને છોડાવવા હતો. કંદ દ્વારા ખૂબ શોધ્યા પછી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને દ્વંદ યુદ્ધ કરવા માટે મથુરા બોલાવ્યા. ભગવાનએ કંસના આ પડકારને સ્વીકર કરી બલરામની સથે મથુરા ચાલી ગયા. 
 
ભગવાન કૃષ્ણને મારવા માટે કંસએ તેમના રસ્તા પર ગાંડા હાથી છોડી દીધા હતા પણ કૃષ્ણએ તે હાથીથે હરાવી દીધુ અને મથુરા પહોંચ્યા. તે પછી કંસ એ તેમના બે સૌથી સારા પહેલવાન મુષ્ટિકા અને ચાણૂરને હરાવવા કહ્યુ. ત્યારે બન્ને ભાઈ-કૃષ્ણ અને બલરામએ તેમણે પણ હરાવી દીધો. તે પછી ભગવાન કૃષ્ણએ કંસથી તેમની તલવાર છીનવી પછી તેનું માથું કાપી નાખ્યું અને તેમના સગાઓને કારાવાસથી મુક્ત કરાવ્યો. આ રીતે કંસને પણ  ભગવાન વિષ્ણુના હાથે મૃત્યુનો એક મોકો મળ્યો, જેના કારણે તેના જન્મના તમામ પાપ પણ ધોવાઈ ગયા.