છઠપૂજા: વૈજ્ઞાનિક રીતે પણ વિશેષ મહત્વ
સુરત શહેરમાં વસતા બિહાર અને ઝારખંડના લોકો દ્વારા બુધવારથી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તાપી નદીના કિનારે છઠપૂજાનો આરંભ થશે. દેશના પૂર્વોત્તર રાજયોમાં થતી આ છઠપૂજા સુરતમાં પણ ઉત્સવ તરીકે ઉજવાય છે અને તાપી નદીના ઓવારાઓ ઉપર હજારો લોકો ભક્તિભાવ સાથે ઉમટી પડે છે. છઠપૂજાનું વૈજ્ઞાનિક કારણ પણ સૂર્યને અર્ધ્ય આપવાથી શરીરમાં બાયોકેપીક્સ ફેરફારો થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
છઠપૂજા પારંપરિક છે. પુરાણકાળની કથાઓ આધારિત તેની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને દેશના પૂર્વના રાજયો બિહાર, ઝારખંડમાં તે મોટા ઉત્સવ તરીકે ઉજવાય છે અને હવે સુરતમાં પણ સ્થાયી થઇ ગયેલા બિહાર અને ઝારખંડવાસીઓ છઠપૂજાની ભક્તિભાવ સાથ ઉજવણી કરે છે. છઠપૂજા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયગાળા દરમિયાન થાય છે. જે વૈજ્ઞાનિક રીતે પણ વિશેષ મહત્વ ધરાવે છે.
સૂર્યોદય અને સૂર્યાસ્ત વેળા માનવ શરીર સુરક્ષિત રીતે કોઇપણ નુકસાન વગર સૌરઉર્જા મેળવી શકે છે. કારણ કે તે સમયે સૂર્યના કિરણો પારજાંબલી અને નીચા સ્તરના હોય છે. છઠપૂજાએ સૂર્યને અર્ધ્ય આપવાથી માનસિક શાંતિ મળે છે. ડી-ટોકસીફાઇંગ પ્રક્રિયા થવાથી ઉર્જાસ્તર અને પ્રતિરક્ષા વધે છે તેમજ નકારાત્મક લાગણીઓ, ગુસ્સામાં ઘટાડો થાય છે. ચામડીના રોગ માટે પણ સૂર્યના સલામત કિરણો ઉપયોગી છે. રક્તશુદ્ધિ કરી હોર્મોન્સને પણ નિયંત્રિત રાખવા શક્તિ પૂરી પાડે છે. દૈનિક સૂર્યધ્યાન પણ આવી જ શખ્તિ પુરી પાડે છે.શહેરમાં વસતા બિહાર અને ઝારખંડના લોકો દ્વારા બુધવારથી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તાપી નદીના કિનારે છઠપૂજાનો આરંભ થશે. દેશના પૂર્વોત્તર રાજયોમાં થતી આ છઠપૂજા સુરતમાં પણ ઉત્સવ તરીકે ઉજવાય છે અને તાપી નદીના ઓવારાઓ ઉપર હજારો લોકો ભક્તિભાવ સાથે ઉમટી પડે છે. છઠપૂજાનું વૈજ્ઞાાનિક કારણ પણ સૂર્યને અર્ધ્ય આપવાથી શરીરમાં બાયોકેપીક્સ ફેરફારો થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
છઠપૂજા પારંપરિક છે. પુરાણકાળની કથાઓ આધારિત તેની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને દેશના પૂર્વના રાજયો બિહાર, ઝારખંડમાં તે મોટા ઉત્સવ તરીકે ઉજવાય છે અને હવે સુરતમાં પણ સ્થાયી થઇ ગયેલા બિહાર અને ઝારખંડવાસીઓ છઠપૂજાની ભક્તિભાવ સાથ ઉજવણી કરે છે. છઠપૂજા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયગાળા દરમિયાન થાય છે. જે વૈજ્ઞાાનિક રીતે પણ વિશેષ મહત્વ ધરાવે છે.
સૂર્યોદય અને સૂર્યાસ્ત વેળા માનવ શરીર સુરક્ષિત રીતે કોઇપણ નુકસાન વગર સૌરઉર્જા મેળવી શકે છે. કારણ કે તે સમયે સૂર્યના કિરણો પારજાંબલી અને નીચા સ્તરના હોય છે. છઠપૂજાએ સૂર્યને અર્ધ્ય આપવાથી માનસિક શાંતિ મળે છે. ડી-ટોકસીફાઇંગ પ્રક્રિયા થવાથી ઉર્જાસ્તર અને પ્રતિરક્ષા વધે છે તેમજ નકારાત્મક લાગણીઓ, ગુસ્સામાં ઘટાડો થાય છે. ચામડીના રોગ માટે પણ સૂર્યના સલામત કિરણો ઉપયોગી છે. રક્તશુદ્ધિ કરી હોર્મોન્સને પણ નિયંત્રિત રાખવા શક્તિ પૂરી પાડે છે. દૈનિક સૂર્યધ્યાન પણ આવી જ શખ્તિ પુરી પાડે છે.