બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (09:58 IST)

કરવા ચોથ 2019 પૂજાનો શ્રેષ્ઠ મૂહૂર્ત અહીં મળશે, 1 કલાક 15 મિનિટ સુધી રહેશે સૌથી શુભ સમય

કરવા ચોથ કારતક માસની ચતુર્થીને ઉજવાય છે. આ વર્ષ આ તહેવાર 17 ઓક્ટોબર 2019ને છે. આ વખતે કરવા ચોથ પર એક ખાસ સંયોગ બની રહ્યું છે. આ સંયોગ 70 વર્ષ પછી બની રહ્યુ છે. આ વખતે 17 ઓક્ટોબર 6.48 પર ચતુર્થી લાગી રહી છે. આવતા દિવસે ચતુર્થી તિથિ સવારે 7.29 સુધી રહેશે. 
 
આ ખાસ વ્રત પરિણીત મહિલાઓ તેમના પતિની લાંબી ઉમ્ર માટે કરે છે. આ દિવસે વ્રતમાં સવારે સરગી ખાઈએ છે. 
 
આ વખતે ઉપવાસનો સમય 13 કલાક 56 મિનિટનો છે. સવારે 6.21 થી રાત્રે 8.18 સુધી તેથી સરગી સવારે 6.21થી પહેલા ખાઈ લેવું. 
 
વ્રતમાં આખા દિવસ નિર્જળ રહીને મહિલાઓ સાંજે ચાંદને અર્ધ્ય આપી વ્રત તોડે છે. આ વખતે 8.18 પર નિકળશે ચાંદ. વ્રતની કથા સાંભળવા અને પૂજાનો સમય સાંજે 5.50 થી 7.06 સુધી સૌથી સારું છે. 
 
પૂજા માટે શુભ મૂહૂર્ત 1 કલાક 15 મિનિટનો છે.