1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 4 નવેમ્બર 2022 (11:35 IST)

Khatu Shyam birthday- કોણ છે બાબા ખાટૂ શ્યામ, શા માટે મળ્યુ હતુ કળયુગમાં પૂજવાનો વરદાન

Khatu Shyam birthday
બાબા ખાટૂ શ્યામનુ સંબંધ મહાભારત કાળથી ગણાય છે. કહેવાય છે ખાટુ શ્યામ પાંડવ પુત્ર ભીમના પૌત્ર છે. પૌરાણિક કથાના મુજબ ખાટૂ શ્યામની અપાર શક્તિ અને ક્ષમતાથી પ્રભાવિત અને ખાટૂ શ્યામના માથાના દાનથી ખુશ થઈને શ્રીકૃષ્ણએ બર્બરીકને વરદાન આપ્યુ હતુ કે તમે કળયુગમાં બાબા શ્યામના નામથી પૂજાશો અને પ્રખ્યાત થઈ જશો. વતદા આપ્યા પછી તેમનો માથુ ખાટૂ નગર રાજસ્થાન રાજ્યના સીકરમાં રખાયુ. તેથી તેને ખાટૂ શ્ય્મા બાબા કહેવાય છે. 
 
વનવાસના દરમિયાન જ્યારે પાંડબ તેમનો જીવ બચાવતા જંગલમાં અહીં-તહીં ફરી રહ્યા હતા, તો ભીમ હિડ્મ્બાથી મળ્યા અને હિડમ્બાએ તેનાથી લગ્ન કરી લીધા. જેનાથી તેમને એક પુત્ર ઘટોત, ઘટોતથી બર્બરીક થયો. બન્ને જ પિતા અને પુત્ર ભીમની રીતે  તેમની તાકાત અને વીરતા માટે પ્રસિદ્ધ થયા. જ્યારે કૌરબ અને પાંડવો વચ્ચે યુદ્ધ થયુ હતુ ત્યારે બર્બરીકએ યુદ્ધને જોવાના નિર્ણય કર્યો. ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે તેમાથે પૂછયુ કે તે યુદ્ધમાં કોની તરફ, તો તેણે કહ્યુ હતુ કે જે પક્ષ હારશે તે તેમની તરફથી લડશે. તેથી યેણે આજે પણ હારે કા સહારા કહેવાય છે. 
 
ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધના પરિણામ જાણતા હતા અને તેને ડર હતો કે તે પાંડવો માટે ઊંધો ન પડે. આવી સ્થિતિમાં ભગવાન કૃષ્ણએ બર્બરિકને રોકવા માટે દાનની માંગણી કરી. દાનમાં, તેણે તેની પાસેથી તેમનો માથું માંગ્યું. દાનમાં, બાર્બરિકે તેને તેનું માથું આપ્યું, પરંતુ અંત સુધી તેણે યુદ્ધ જોવાની ઇચ્છા વ્યક્ત કરી.
 
ઇચ્છા સ્વીકારીને, શ્રી કૃષ્ણએ યુદ્ધ સ્થળ પર એક ટેકરી પર તેમનો માથું મૂક્યું. યુદ્ધ પછી પાંડવો એ લડવા લાગ્યા કે યુદ્ધની જીતનો શ્રેય કોને મળે છે. ત્યારે બર્બરિકે કહ્યું કે ભગવાન કૃષ્ણના કારણે તેમને વિજય મળ્યો છે. ભગવાન કૃષ્ણ આ બલિદાનથી પ્રસન્ન થયા અને તેમને કલિયુગમાં શ્યામના નામથી પૂજવાનું વરદાન આપ્યું.
(Edited By-Monica Sahu)