શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 9 ડિસેમ્બર 2019 (13:42 IST)

સોમવારે કરો આ ઉપાય, ધન સંબંધી દરેક સમસ્યા થશે દૂર

શિવપુરાણ મુજબ શિવજી ની ઈચ્છાથી જ આ સંપૂર્ણ સુષ્ટિની રચના બ્રહ્માજીએ કરી છે અને તેનુ પાલન ભગવાન વિષ્ણુ કરી રહ્યા છે. તેથી શિવજીની પૂજાથી મોટી મોટી પરેશનઈઓ પણ દૂર થઈ શકે છે. જ્યોતિષમાં બતાવ્યુ છે કે શિવ પૂજાથી કુંડળીના દોષ પણ દૂર થઈ શકે છે. સોમવારે શિવજીની પૂજાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. તો આવો જાણીએ શિવજીના 10 ઉપાય જેમાંથી કોઈ એક પણ આપ જો સોમવારે કરશો તો તમારી બધી પરેશાની દૂર થઈ જશે. 
 
1. જો કોઈના લગ્નમાં અવરોધ આવે છે, તો શિવલિંગ પર કેસર મિક્સ કરીને દૂધ ચઢાવો. પાર્વતી દેવીની પૂજા પણ કરો.
 
2. માછલીને લોટની ગોળીઓ ખવડાવો. આ સમયગાળા દરમિયાન 'ઓમ નમ શિવાય' નો જાપ કરો. આ ઉપાયો સોમવારથી શરૂ કરો અને ત્યારબાદ રોજ કરો. આ ખરાબ સમયને દૂર કરી શકે છે.
 
3. 21 બિલી પત્રો પર ચંદનથી ૐ નમ શિવાય લખીને શિવલિંગ પર ચઢાવો.  તેનાથી શિવજીની કૃપા મળે છે.
 
4. શિવજીનુ વાહન નંદી એટલે કે બળદને લીલુ ઘાસ ખવડાવો. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે અને પરેશાનીઓ દૂર થાય છે. 
 
5. તમારા સામર્થ્ય મુજબ ગરીબોને ભોજન કરાવો. તેનાથી તમારા ઘરમાં ક્યારેય અનાજની કમી નહી થાય. સાથે જ પિતરોની આત્માને શાંતિ મળશે. 
 
 
6. તાબાના લોટામાં પાણી લઈને કાળા તલ મિક્સ કરો અને શિવલિંગ પર ચઢાવો. ૐ નમ શિવાય મંત્રનો જાપ કરો. તેનાથી શનિના દોષ દૂર થાય છે. 
 
7. ઘરમાં પારદ શિવલિંગ લઈને આવો અને રોજ આ શિવલિંગ પૂજા કરો. તેનાથી તમારી આવક વધવાના યોગ બની શકે છે. 
 
 
8. લોટથી 11 શિવલિંગ બનાવો 11 વાર તેનો જળાભિષેક કરો. આ ઉપાયથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે. 
 
9. શિવલિંગ પર શુદ્ધ ઘી ચઢાવો. પછી જળ ચઢાવો. તેનાથી સંતાન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
 
10. ભગવાન શિવનો અભિષેક કરો. ૐ નમ શિવાય મંત્રનો જાપ કરો સાંજે શિવ મંદિરમાં 11 ઘી ના દિવા પ્રગટાવો