મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 23 મે 2019 (00:22 IST)

ઘરના લોટના ડબ્બામાં મુકી દો આ એક વસ્તુ.. પૈસાનો થશે વરસાદ

પોતાના જીવનમાં પૈસાની કામના કોણ નથી કરતુ.. પણ બધાને આ તક મળતી નથી.  દરેક મિડલ ક્લાસ પરિવારને મહિનાના અંતમા આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. પણ આજે અમે આપને એક એવો કારગર ઉપાય બતાવી રહ્યા છીએ જેને અપનાવ્યા પછી તમને જીવનમાં ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નહી કરવો પડે. તો આવો જાણો શુ છે આ ઉપાય જેને અપનવાયા પછી તમે તમારા પર પૈસાનો વરસાદ થશે અને તમે ક્યારેય આર્થિક તંગીનો સમાનો નહી કરો. 
 
આ ઉપાય તુલસીના પાન દ્વારા કરવાનો છે. 
 
જેવુ કે આપણે સૌ જાણીએ છીએ કે તુલસીના પાનને હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ સૌથી વધુ પવિત્ર માનવામાં આવ્યુ છે. હિન્દુ ધર્મનુ પાલન કરનારા દરેક વ્યક્તિના ઘરમાં તમને તુલસીનો છોડ જરૂર જોવા મળશે.  લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ એ માટે લગાવે છે કે કારણ કે તુલસીના છોડ દ્વારા ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને તેને શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તુલસી એક આર્યુવૈદિક ઔષધિના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.   તેથી પણ લોકો તુલસીને પોતાના ઘર આંગણમાં ઉગાડે છે.  જેથી ક્યરેય પણ શરદી તાવ જેવી સમસ્યા થાય તો તેનો ઈલાજ પણ તુલસીનો કાઢો બનાવીને કરી શકાય છે. તુલસીનો છોડ ફક્ત લગાવવાથી વાસ્તુ દોષો દૂર થવા ઉપરાંત ક્યારેય પણ ઘરમાં પૈસાની કમી નથી આવતી. 
 
તો ચાલો જાણીએ લોટના ડબ્બામાં શુ મુકવાનુ છે અને ક્યારે મુકવાનુ છે 
 
જો તમે પણ મહિનાના અંતમા થનારી આર્થિક તંગીથી પરેશાન રહો છો તો આ ઉપાય અજમાવી જુઓ. તમને જણાવી દઈએ કે આ ઉપાયને કરવો જેટલો સહેલો છે એટલી જ તેની અસર કારગર હોય છે.  આ ઉપાયને કરવા માટે તમારે શનિવારનો દિવસ પસંદ કરવાનો છે અને આ દિવસે તમારે ઘઉંની સાથે 100 કાળા ચણા નાખીને દળાવવાના છે. ત્યારબાદ  તમે જ્યારે આ દળેલા લોટને ઘરના ડબ્બામાં મુકો ત્યારે તેમા મુકતા પહેલા 11 તુલસીના પાન અને બે દાણા કેસરના પણ મુકી દો. 
 
ધ્યાન રાખો કે આ ઉપાયને સફળ રૂપથી કરવા માટે તમારે શનિવારનો દિવસ જ પસંદ કરવાનો છે અને ફક્ત આ દિવસે તમારે ઘર માટે ઘઉનો લોટ દળાવવાનો છે.  આ ઉપાય કર્યા પછી તમે જોશો કે થોડાક જ દિવસમાં તમારા ઘરની આર્થિક તંગીની સમસ્યા ખતમ થઈ જશે અને ઘરમાં શાંતિનુ વાતાવરણ પણ બનશે.  આ ઉપાય કરવાથી ઘરમાં ક્લેશ પણ નહી થાય અને પરિવારમાં સુખ શાંતિ કાયમ રહેશે. 
 
તો મિત્રો આ હતા ઘરમાં આર્થિક તંગી દૂર કરવાનો ઉપાય વિશે માહિતી .. જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેંને લાઈક અને શેયર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાબ કરવી ભૂલશો નહી.