બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

નિર્જલા એકાદશી(ભીમ અગિયારસ) - રાશિ મુજબ કરો દાન, 100 પેઢીઓને મળશે પરમધામની પ્રાપ્તિ

જેઠ મહિનાની અંદર આવતી અજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્‍ણુની પૂજા કરવાથી લાભ મળે છે. ભગવાનને નૈવેધમાં કેરી ધરાવવી અને તેનો પ્રસાદ જમવો. આ અગિયારસને નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે.
 
પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કરેલું. ભીમને એમ કહેવાયું કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્‍ણુની પૂજા કરી પ્રાર્થના કરો. આ દિવસે આમ્રફળ (આંબામાંથી ઉત્‍પન્‍ન થતું ફળ) ભગવાન વિષ્‍ણુને ધરવું. વિષ્‍ણુ સહષ્ટ્રનો પાઠ કરવો અને બાર અક્ષરનો મંત્ર ‘‘દ્વાદશ અક્ષર મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય'' આ મૂળ મંત્રનો પાઠ કરવો એવુ ભગવાન શ્રી કૃષ્‍ણએ ભીમને કહેલું ત્‍યાર બાદ ભીમ નદીમાં સ્‍નાન કરવા ગયા અને સ્‍નાન કરતા ભગવાન વિષ્‍ણુની આરાધના કરવામાં એવા તો તલ્લીન બન્‍યા કે આહાર કરવાનું પણ ભુલી ગયા. પાણી પણ ન પીવાથી આ એકાદશીને નિર્જલા એકાદશી એટલે ભીમ અગિયારસ કહેવામાં આવે છે.
 
આ અગિયારસના પૂણ્‍ય સ્વરૂપે પાંડવોને હસ્‍તીનાપુરનું રાજય સુરક્ષિત ભગવાન શ્રી કૃષ્‍ણના આર્શીવાદથી મળેલું આ ભીમ અગિયારસના સમયે હજુ પણ આપણા પ્રાંતમાં બહેન કે દિકરી સાસરે હોય તેને માવતર ભીમ અગિયારસ કરવા તેડી લાવે છે. આ પ્રમાણે આ એકાદશીનું મહત્‍વ તમામ સંપ્રદાયમાં માનીનું છે. તેમાં જૈન સમાજ આ દિવસ પછી કેરી ખાવાનું બંધ કરે છે.
 
પદ્મપુરાણ મુજબ નિર્જલા એકાદશી વ્રતના પ્રભાવથી જ્યા મનુષ્યની બધી મનોકામનાઓ પુર્ણ થાય છે તો બીજી બાજુ અનેક રોગોની નિવૃત્તિ અને સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ વ્રતના પ્રભાવથી ચતુર્દશીયુક્ત અમાવસ્યના રોજ સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે ફળ આ વ્રતની મહિમા સાંભળીને મનુષ્ય મેળવી લે છે. કરોડો ગૌ દાન કરવાનુ અને સેંકડો અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન આ વ્રતનુ પુણ્યફળ છે. વિવિધ પ્રકારના અન્ન અને વસ્ત્રોથી બ્રાહ્મણોને પ્રસન્ના અને સંતુષ્ટ કરનારા પ્રાણીઓ માટે આ વ્રત કોઈ રામબાણથી ઓછુ નથી. કારણ કે વ્રતના પ્રભાવથી મનુષ્યની વીતેલી અને આવનારી 100 પેઢીઓને ભગવાન વાસુદેવના પરમધામની પ્રાપ્તિ થાય છે. વ્રત મુકવાની સાથે સાથે દાનનો પણ અત્યાધિક મહત્વ છે. 
 
રાશિ મુજબ કરો દાન 
 
મેષ - સાત અનાજ દાન કરો 
વૃષ - સફેદ વસ્ત્ર દાન કરો. 
મિથુન - લીલા રંગના ફળ, કેરી, શક્કરટેટી દાન કરો 
કર્ક - જળની વ્યવસ્થા, વોટર કૂલર, પંખા, કૂલરનું દાન કરો 
સિંહ - એયર કંડીશનાર કે ધર્મ સ્થાનો પર વિદ્યુત ઉપકરણ, જીવનમાં સુખ-સમૃદ્ધિ અને વૃદ્ધિ લાવશે 
કન્યા - અનાથાલાય કે લંગરમાં લીલી શાકભાઈ અને શક્કરટેટીનુ દાન કરો 
વૃશ્ચિક - ભગવાન વિષ્ણુનું સ્મરણ અને તરબૂચ 
ધનુ - પીળુ ઠંડુ કેસરવાળુ દૂધ 
મકર - છત્રી, જળપાત્ર, કળશ, છાયાદાર વૃક્ષારોપણ કે શેલ્ટરનુ નિર્માણ કરી શકો છો. 
કુંભ - જળથી ભરેલુ કુંભ, કૂલર, ફ્રિજ, વોટર કૂલર, એંબુલેંસ વાહન 
મીન - ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: નો પાઠ અને 'સર્વ ભૂત હિતે રતા:' ની ભાવનાથી સાર્વજનિક સ્થાન પર પીપળના ઝાડ લગાવવુ તમને નિરોગી કાયા આપશે અને અન્યને છાયા આપશે.