બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 8 જૂન 2019 (16:31 IST)

12 જૂનના રોજ ગાયત્રી પ્રકટોત્સવ - ગાયત્રી મંત્રનો ગોપનીય અને સરળ અર્થ ગુજરાતીમાં

બધા ધર્મ ગ્રંથોમાં ગાયત્રીની મહિમા એક સ્વરથી  કહેવામાં આવી છે. સમસ્ત ઋષિ મુનિ મુક્ત કંઠથી ગાયત્રીના ગુણગાન કરે છે. શાસ્ત્રોમાં ગાયત્રીની મહિમાનુ પવિત્ર વર્ણ મળે છે. ગાયત્રી મંત્ર ત્રણ દેવ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો સાર છે. 
 
ગીતામાં ભવવાને સ્વંયં કહ્યુ છે કે ગાયત્રી છન્દસામહમ અર્થાત ગાયત્રી મંત્રમાં સ્વયં જ છે. 
 
ગાયત્રી મંત્રનું અર્થચિંતન 
 
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ા
 
ઓમ : બ્રહ્મ
 
ભૂઃ : પ્રાણસ્વરૃપ
 
ભુવઃ : દુઃખનાશક
સ્વઃ : સુખસ્વરૃપ
 
તત્ : એ
 
સવિતુઃ : તેજસ્વી, પ્રકાશવાન
 
વરેણ્યઃ : શ્રેષ્ઠ
 
ભર્ગો : પાપનાશક
 
દેવસ્ય : દિવ્યતાને આપનાર
ધીમહી : ધારણ કરીએ છીએ
 
ધિયો : બુદ્ધિ
 
યો : જે
 
નઃ : અમારી
 
પ્રચોદયાત : પ્રેરિત કરો 
 
એટલે કે તે પ્રાણ સ્વરૂપ, દુ:ખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્માથી ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુધ્ધિને સારા માર્ગે દોરે. 
 
1. ઈશ્વરના પ્રાણવાન, દુ:ખ રહિત, આનંદ સ્વરૂપ, તેજસ્વી, શ્રેષ્ઠ, પાપરહિત, દેવગુણ સંપન્ન સ્વરૂપનું ધ્યાન કરવાનું તાત્પર્ય એ છે કે આ જ ગુણોને આપણે પોતાની અંદર લાવીએ. આપણા વિચાર અને સ્વભાવને એવો બનાવીએ કે ઉપર્યુક્ત વિશેષતાઓ આપણા વ્યાવહારીક જીવનમાં પરિલક્ષિત થવા લાગે. આ રીતની વિચારધારા, કાર્ય પધ્ધતિ તેમજ અનુભૂતિ મનુષ્યની આત્મિક અને ભૌતિક સ્થિતિને દિવસે દિવસે સમુન્નત બનાવતી જાય છે. 
 
2. ગાયત્રી મંત્રના બીજા ભાગમાં પરમાત્માને પોતાની અંદર ધારણ કરવાની પ્રતિજ્ઞા છે. તે બ્રહ્મ, દિવ્ય ગુણ સંપન્ન પરમાત્માને સંસારના કણ કણમાં જોવાથી મનુષ્ય દરેક સમયે ઈશ્વરની પાસે સ્વર્ગીય સ્થિતિમાં રહેતો હોય તેવો અનુભવ કરે છે.
 
3. મંત્રના ત્રીજા ભાગમાં સદબુધ્ધિનું મહત્વ સૌથી વધારે હોવાની માન્યતાને સમર્થન આપવામાં આવ્યું છે. ભગવાનને એ જ પ્રાર્થના કરવામાં આવે છે કે તમે અમારી બુદ્ધિને સન્માર્ગ પર પ્રેરિત કરી દો. કેમકે આ એક એવી મહાન ભગવાનની કૃપા છે કે તેના પ્રાપ્ત થવાથી અન્ય સુખ સમૃધ્ધિ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.
 
ગાયત્રી માતાની શિક્ષા છે કે બુધ્ધિને સાત્વિક બનાવો, આર્દશોને ઉંચા રાખો, ઉચ્ચ દાર્શનિક વિચારધારામાં રમણ કરો અને તુચ્છ તૃષ્ણાઓ તેમજ વાસનાઓ માટે આપણને નચાવનાર કુબુધ્ધિને માંસ લોકમાંથી બહિષ્કૃત કરી દો.