ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 19 જૂન 2021 (18:38 IST)

Nirjala Ekadashi 2021 Daan: નિર્જલા એકાદશીના દિવસે જરૂર કરો આ વસ્તુઓનુ દાન, પુરી થશે મનોકામના

Nirjala Ekadashi 2021 Daan: હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનુ ખૂબ મહત્વ છે. દર મહિને બે વાર એકાદશી આવે છે. એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.  હિંદુ પંચાગ મુજબ જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશી કહે છે તેને ભીમસેની, પાંડ અને ભીમ એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે.  નિર્જલા એકાદશીના દિવસે (Nirjala Ekadashi 2021) ભગવાન વિષ્ણુની સઆથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરનારા વ્યક્તિએ પાણી પીધા વગર રહેવાનુ હોય છે.  એકાદશી ના બીજા દિવસે દાન પુણ્યનુ ખાસ મહત્વ હોય છે. આવો જાણીએ આ દિવસે કંઈ કંઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. 
 
ગરમીમા રાહત આપનારી વસ્તુ - નિર્જલા એકાદસહીના દિવસે પાણીનુ ખૂબ મહત્વ હોય છે. આવામાં આ દિવસે શીતળતા પ્રદાન કરતી વસ્તુઓનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો શરબત પણ પીવડાવે છે. 
 
જૂતાનુ દાન - એકાદશીના દિવસે બ્રાહ્મણોને જૂતા દાન કરવા ખૂબ શુભ હોય છે. આ ઉપરાંત અન્નદાન, છત્રીદાન, બેડનુ દાન, વસ્ત્ર દાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
તુલસી પૂજન - એકાદશીનુ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. અને તુલસી શ્રીહરિને ખૂબ જ પ્રિય છે સાંજના સમયે તુલસીના ઝાડ નીચે ઘી નો દીવો પ્રગટાવીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. તેનાથી કર્જથી મુક્તિ મળે છે.