શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated :નવી દિલ્હી , સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (11:45 IST)

પૂજન સામગ્રી - પૂજામાં મુકવામાં આવનારી જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ

. હિન્દુ ધર્મમાં પૂજા(Puja)નું વિશેષ મહત્વ છે અને દરેક ઘરમાં પૂજા ઘર પણ છે. પોતાના  દેવી -દેવતાઓની પૂજા કરવી એ માત્ર દિનચર્યાનો એક ભાગ નથી, પરંતુ આ આપણી આત્મા, મન, વિચારો અને ઈચ્છાઓને ભગવાનને સમર્પિત કરવાનો એહસાસ છે. દરેક ભક્ત પોતપોતાની રીતે પૂજા કરે છે પણ દરેકની લાગણી એક જ હોય ​​છે.

 
પૂજન સામગ્રી 
 
મંદિર ઘરમાં હોય કે બહાર, ત્યાં પૂજા કરવા માટે કેટલીક વસ્તુઓની જરૂર હોય છે. તમે તેને પૂજાનો ડબ્બો, પૂજાનુ બોક્સ (Puja Box) કે પૂજા ટ્રે (Puja Tray), ભલે જે પણ કહેતા હોય તેમા 7 વસ્તુ જરૂર હોવી જોઈએ. એ પણ સમજવાની વાત છે કે  પૂજાની દરેક સામગ્રી સાથે આપણી શ્રદ્ધા અને માન્યતા જોડાયેલી છે અને દરેક વસ્તુનું પોતાનું વિશેષ મહત્વ છે. પૂજામાં વપરાતી વસ્તુઓ અને તેમના મહત્વ વિશે જાણીએ.
 
ભગવાનની મૂર્તિ 
 
દરેક દેવતા વિશે દરેકની પોતાની માન્યતા હોય છે. તમારા મનપસંદ દેવતા ગમે તે હોય, તમે કોઈપણ દેવતાની પૂજા કરો છો, પરંતુ સામાન્ય રીતે ભગવાન ગણેશ અને ભગવાન કૃષ્ણની મૂર્તિઓ ચોક્કસપણે દરેક ઘરમાં જોવા મળે છે.. એક બાજુ ભગવાન ગણેશ તેમની સમજદારી, જ્ઞાન અને ડહાપણ માટે જાણીતા છે, શ્રી કૃષ્ણ તેમના પ્રેમ, દયા અને સહ્રદયતા માટે જાણીતા છે  એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણની મૂર્તિ રાખવાથી શાંતિની અનુભૂતિ થાય છે. આ ઉપરાંત  માતા લક્ષ્મી, મા દુર્ગા, મા પાર્વતી-ગણેશ વગેરેની સાથેની તસવીર અથવા મૂર્તિ પણ ઘરોમાં રાખવામાં આવે છે.
 
પૂજાની ઘંટી 
 
સામાન્ય રીતે હિન્દુઓ મંદિરમાં પ્રવેશ કરતી વખતે અથવા પૂજા દરમિયાન ઘંટી વગાડે છે. ઘંટડીનો અવાજ વિશેષ અને શુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઘંટ  વગાડવાથી ભક્તો ભગવાનને પોતાના  આગમનની જાણ કરે છે.
 
દીવો, અગરબત્તી અને ધૂપબત્તી 
 
પરંપરાગત રીતે, પૂજા દરમિયાન માટીના દીવાઓનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. દિવાને જ જ્ઞાન, પ્રબોધન અને બુદ્ધિનું સૂચક માનવામાં આવે છે. સાથે જ પૂજા અગરબત્તીપ્રગટાવવાની અને તેમને ગોળ -ગોળ ફેરવવાની પરંપરા પણ છે. ધૂપ અને અગરબત્તી પૂજાની આવશ્યક વસ્તુઓમાં ગણવામાં આવે છે અને તે પર્યાવરણની શુદ્ધિનુ પણ કામ કરે છે. આ સાથે, તેમનો ઉપયોગ વાતાવરણમાં સુગંધ પણ ફેલાવે છે.