જેવી મનોકામના એવું હશે શિવલિંગ, તો જરૂર થશે મનોકામના પૂરી
જેવી મનોકામના એવું હોય શિવલિંગ, જરૂર થશે મનોકામના પૂરી
શાસ્ત્રો મુજબ શિવલિગના ઘણા પ્રકાર છે. જો તમે તમારી મનોકામના મુજબ શિવલિંગની પૂજા કરો તો તમારી મનોકામના જલ્દી પૂરી થઈ શકે છે. તો આવો જોઈએ કે કઈ મનોકામના માટે કયાં શિવલિંગની પૂજા કરવી.
ભૂમિ ખરીદવાની મનોકામના પૂર્તિ માટે ફૂલોથી શિવલિંગનું નિર્માણ કરી એની પૂજા કરો.
ખાંડથી શિવલિંગ બનાવીને એની પૂજા કરવાથી માનસિક અને પારિવારિક સુખ-શાંતિ મળે છે.
મુક્તિની ઈચ્છા રાખતા લોકોએ આમળા વાટીને એનાથી શિવલિંગના નિર્માણ કરવા જોઈએ.
ચાંદીથી બનેલા શિવલિંગની પૂજા અને રૂદ્રાભિષેક એ લોકો માટે લાભકારી હોય છે જેઓ આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા હોય.
ધન અને સુખ સમૃદ્ધિ માટે સોના કે પીતળના શિવલિંગની પૂજા વિશેષ ફળદાયક ગણાય છે.
પારદથી બનેલાની પૂજા કરવાથી ધન , સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી જો બીજા પ્રકારના શિવલિંગને બનાવવામાં મુશ્કેલી આવે તો પારદ શિવલિંગના પ્રયોગ કરી શકો છો.
ઘાસને વાટીને શિવલિંગ બનાવી અને રૂદ્રાભિષેક કરો તો અકાલમૃત્યુના ભય દૂર થશે . આ શિવલિંગ આયુ વૃદ્ધિમાં સહાયક ગણાય છે.
બાંસના અંકુરથી શિવલિંગ બનાવી એની પૂજા કરવાથી વંશ વૃદ્ધિ થાય છે.