ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (11:34 IST)

મૌની અમાવસ્યા : 3 વર્ષ પછી આવ્યો વિશેષ સંયોગ, આ દાન બનાવશે ધનવાન

શાસ્ત્રોમાં પૂર્ણિમા અને અમાસનુ અત્યાધિક મહત્વ બતાવ્યુ છે.  વર્ષમાં પડનારી અમાવસ્યાનુ નામકરણ તેમના વાર અને ભારતીય મહિના પર આધારિત છે. આ સંદર્ભમાં ત્રણ વર્ષ પછી માઘ અમાવસ્યા, મૌની અમાવસ્યા અને સોમવતી અમાવસ્યાની શુભ તારીખ 8 ફેબ્રુઆરીને રોજ પડી રહ્યુ છે. ત્રણ વર્ષના અંતરાલ પછી સોમવારના દિવસે શ્રવણ નક્ષત્રમાં પડવાથી મૌની અમાવસ્યાના રોજ શુભ વાસ થઈ રહ્યો છે. સમગ્ર જીવનકાળમાં પાંડવોને સોમવતી અમાવસ્યા ક્યારેય નસીબ નથી થઈ. આ અમાસવસ્યા મોક્ષ પ્રાપ્તિ, પિતૃ શાંતિ, કાળ સર્પ યોગ શાંતિ, અચલ લક્ષ્મી પ્રાપ્તિ અને ચન્દ્રમાંના વિકાર દૂર કરવાનો હેતુ ઉત્તમ દિવસ છે. 
 
 આ શુભ દિવસ પર કરવામાં આવેલ દાન તમને બનાવશે ધનવાન 
 
- સુવર્ણ 
- દૂધમાં પોતાની છાયા જોઈને કાળા કૂતરાને પીવડાવો. બધા પ્રકારની માનસિક પરેશાનીયો દૂર થશે 
- ધાબળો 
- તલ 
- ગાયના લોટમાં તલ મિક્સ કરીને રોટલી આપો. ઘર-ગૃહસ્થામાં સુખ-શાંતિ આવશે. 
- સૂકા કે મૃત કૂવામાં દૂધ વહેવડાવો, આરોગ્ય ઠીક રહેશે. રોગ કોસો દૂર રહેશે. 
- લક્ષ્મી જી, શિવ પરિવારને ચોખાની ખીર અર્પિત કરો. ધન-સંપત્તિથી ભંડાર ભરાશે.