મંગળવાર, 11 નવેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 21 જૂન 2018 (11:44 IST)

જાણો ગુરૂવારે પીળા કપડા શા માટે પહેરવું જોઈએ

Yellow Cloth on Thursday
અઠવાડિયામાં સાત દિવસ અને દરેક દિવસે હિન્દુ ધર્મ  મુજબ કોઈ ખાસ ભગવાનમે સમર્પિત કરાય છે. ગુરૂવારે ભગવાન વિષ્ણુ અને સાંઈ બાબાની આરાધના હોય છે. એવું માનવું છે કે બન્ને જ દેવતાઓને પીળો રંગ પસંદ છે અને આ દિવસે જો પીળા રંગ પહેરાય તો ઘણા લાભ થઈ શકે છે... 
 
બૃહસ્પતિ સોના અને તાંબા જેવા પીળા રંગના ધાતુઓથી સંકળાયેલા છે. સાથે જ ભગવાન વિષ્ણુ પણ પીળા કપડા જ ધારણ કરે છે. તેથી જો તમે પીલા રંગના 
 
કપડા અને ધાતુ પહેરો છો તો તમને ભગવાન વિષ્ણુની ખાસ કૃપા મળે છે. 
 
ભગવાન વિષ્ણુને ખુશ કરવું છે તો પીળા રંગની મિઠાઈ ચઢાવો અને ખાવો. બૃહસ્પતિ પીળી મિઠાઈથી સરળતાથી પ્રભાવિત થઈ જાય છે. 
 
જો લગ્નમાં રૂકાવટ આવી રહી છે કે સારા જીવનસાથીની શોધ છે તો ગુરૂવારે પીળા રંગના કપડા પહેરવા શરૂ કરી નાખો. પરિસ્થિતિઓ અનૂકૂળ થઈ જશે. 
 
જો કોઈ છોકરીઓના લગ્ન નહી થઈ રહ્યા હોય તો ગુરૂવારે પીળા કપડા પહેરવા જોઈએ. એવી છોકરીઓને શુક્રવારે સફેદ વસ્ત્ર પહેરવાથી પણ લાભ હોય છે.