શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 15 જૂન 2019 (12:28 IST)

વટ પૂર્ણિમા વ્રત કેવી રીતે કરશો જાણો પૂજા વિધિ

વટ પૂર્ણિમાની પૂજા કરવાની વિધિ વિશે માહિતી.. વટ સાવિત્રી વ્રતનુ મહત્વ કરવા ચોથ વ્રત જેવુ જ હોય છે.  વટ સાવિત્રીના વ્રતમાં અનેક લોકો 3 દિવસનો ઉપવાસ રાખે છે. 3 દિવસ જમ્યા વગર રહેવુ 
મુશ્કેલ છે તેથી પહેલા દિવએ રાત્રે જમી લે છે.  બીજા દિવસે ફળ ખાય છે અને ત્રીજા દિવએ આખો દિવસ વ્રત રાખે છે.  રાત્રે પૂજા પછી વ્રત પુર્ણ થાય છે.   સ્ત્રીઓ આ દિવસે સોળ શણગાર કરે છે.  
આવો જાણીએ વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..  
1. આ પૂજા કરનારી સ્ત્રીઓ સૌ પહેલા પૂજાવાળા દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી શુદ્ધ થઈ જાય છે અને ત્યારબાદ નવા વસ્ત્રો અને આભૂષણો ધારણ કરે છે  
 
2. બધી સ્ત્રીઓ આ દિવસે 3 દિવસ પહેલા જ ઉપવાસ કરે છે પણ અનેક લોકો ફક્ત વટ સાવિત્રીવાલા દિવસે જ ઉપવાસ કરે છે. અને પૂજા પછી ભોજન ગ્રહણ કરે છે  
 
3. આ પૂજા વડ વૃક્ષની નીચે થાય છે તેથી વૃક્ષ નીચે એક સ્થાનને સારી રીતે સાફ કરો ત્યા બધી જરૂરી પૂજન સામગ્રીઓ મુકી દો 
 
4.  ત્યારબાદ સત્યાવાન અને સાવિત્રીની મૂર્તિયો કાઢીને તેને પણ વડ વૃક્ષની જડમાં સ્થાપિત કરો. આ મૂર્તિઓને લાલ વસ્ત્ર પહેરાવો  
 
5  એક વાંસની ટોકરી લો તેમા સાત પ્રકારના અનાજ મુકો જેને કપડાના 2 ટુકડાથી ઢાંકી દો 
 
6. એક બીજી વાંસની ટોકરીમાં દેવી સાવિત્રીની પ્રતિમા મુકો. સાથે જ ધૂપ દીપ કુમકુમ ચોખા કંકુ વગેરે પૂજાની સામગ્રી મુકો  
 
7. હવે વડ વૃક્ષમાં પાણી ચઢાવીને કુમકુમ ચોખા ચઢાવો સાથે જ દેવી સાવિત્રીની પૂજા પણ કરો 
 
8. ત્યારબાદ વાંસથી બનેલા પંખાથી સત્યાવાન અને સાવિત્રીની મૂર્તિને હવા કરો. સ્ત્રીઓ વૃક્ષના એક પાનને વાળમાં પણ લગાવે છે. 
 
9.ત્યારબાદ સાચા મનથી પ્રાર્થના કરો અને લાલ દોરો કે સૂતરનો દોરો લઈને વટ વૃક્ષની ચાર બાજુ ફરતા તેને વટ વૃક્ષને બાંધતા 7 ફેરા લો   
 
10 ત્યારબાદ કોઈ પંડિત પાસેથી સત્યવાન અને સાવિત્રીની વ્રતની કથા સાંભળો. કથા સમાપ્ત થયા પછી કથા સંભળાવનાર પંડિતજીને તમારા સામર્થ્ય મુજબ દક્ષિણા આપો  
 
11. ત્યારબાદ બ્રાહ્મણ અને ગરીબને દાન કરો. ચણા ગોળનો પ્રસાદ સૌને વહેંચો 
 
12. ઘરે આવીને બધા વડીલોને પગે પડીને સદા સુહાગન રહેવાનો આશીર્વાદ મેળવો સાંજે પરિવાર સહિત મિષ્ટાન્ન સહિત ભોજન કરીને તમારુ વ્રત ખોલો.