બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Yogini Ekadashi 2022 આજે યોગિની એકાદશીના દિવસે આ વ્રત નિયમોનુ પાલન કરશો તો પ્રસન્ન થશે ભગવાન વિષ્ણુ, પુરી થશે મનોકામના

યોગિની એકાદશીના દિવસ શુ કરવુ શુ નહી ?

safala ekadashi
અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી આજે 24  જુન, દિવસ શુક્રવારે છે. આ એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્તના બધા પાપ નષ્ટ થઈ જાય છે. બધા સુખને ભોગીને અંતમાં મનુષ્ય મુક્તિ મેળવી લે છે. 
 
ભગવાન શ્રી હરિના આશીર્વાદથી ભક્તની મનોકામના પુરી થવાની પણ માન્યતા છે. માન્યતા છે કે યોગિની એકાદશીનુ વ્રત 88 હજાર બ્રાહમણોને ભોજન કરાવવા બરાબર હોય છે. એવુ કહેવાય છે કે આ વ્રતના પ્રભાવથી ઘરમા સુખ શાંતિ અને સમૃદ્ધિનુ આગમન થાય છે. 
 
યોગિની એકાદશીનુ મહત્વ 
 
યોગિની એકાદશીનું વિશેષ મહત્વ છે. આ એકાદશી પછી જ દેવશયની એકાદશીની ઉજવાય છે. ભગવાન વિષ્ણુ  દેવશયની એકાદશીથી 4 મહિના યોગ નિદ્રામાં જાય છે. આ દરમિયાન, બ્રહ્માંડની સૃષ્ટિ ભગવાન શિવ દ્વારા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે માંગલિક કામો આ 4 મહિનાથી બંધ છે.
 
એકાદશીના દિવસ શુ કરશો શુ નહી 
 
- ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
- આ દિવસે સાત્વિક ખોરાક લેવો જોઈએ અને માંસ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ. એકાદશીના શુભ દિવસે ચોખાનું સેવન ન કરો.
- આ દિવસે કોઈની સામે અપશબ્દોનો ઉપયોગ ન કરશો આ પવિત્ર દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો.
- ધાર્મિક શાસ્ત્ર મુજબ આ દિવસે દાન આપવાનું ઘણું મહત્વ છે. આ દિવસે દાન પુણ્ય કરો.
- એકાદશીના શુભ દિવસે ભગવાન વિષ્ણુને ભોગ જરૂર લગાવો ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસીનો સમાવેશ કરવો જરૂરી છે. ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવો.