મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 15 મે 2023 (09:05 IST)

Apara Ekadashi 2023 : અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, મનોકામના થશે પુરી

એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી અપરા એકાદશી તરીકે ઓળખાય છે. અપરા એકાદશી 15મી મેના રોજ છે. એકાદશીના શુભ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ દિવસે શું કરવું જોઈએ-
 
વ્રત કરો  - એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને પ્રિય છે. જો શક્ય હોય તો આ પવિત્ર દિવસે વ્રત કરો. આ દિવસે વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

 
માતા લક્ષ્મીની પૂજા કરો - આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
 
સાત્વિક ભોજન કરો - આ પાવન દિવસે સાત્વિક ભોજન કરવુ જોઈએ. એકાદશીના દિવસે માંસ મદિરાનુ સેવન ન કરવુ જોઈએ. આ દિવસે પહેલા ભગવાનને ભોગ લગાવવો જોઈએ. ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવુ જોઈએ. 
 
ચોખાનુ સેવન ન કરશો - એકાદશીના દિવસે ચોખાનુ સેવન ન કરો. આ દિવસે ચોખાનુ સેવન કરવુ અશુભ માનવામાં આવે છે. 
 
બ્રહ્મચર્યનુ પાલન કરો - એકાદશીના દિવસે બ્રહ્મચર્યનુ પાલન કરવુ જોઈએ અને કોઈના પ્રત્યે અપશબ્દો ન બોલવા જોઈએ 
 
દાન પુણ્ય કરો - ધાર્મિક માન્યતાઓ અનુસાર દાન કરવાથી અનેકગણું ફળ મળે છે. આ શુભ દિવસે તમારી ક્ષમતા અનુસાર દાન કરો.
 
ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરો - ધાર્મિક માન્યતાઓ અનુસાર, તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરો.