બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રથયાત્રા
Written By
Last Updated : શુક્રવાર, 1 જુલાઈ 2022 (11:51 IST)

145th Jagannath Rathyatra Live - જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા,ગજરાજ રાયપુર પહોંચ્યા, જગન્નાથનો રથ કોર્પોરેશન પહોંચ્યો

rathyatra
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે જગતનાથ નગરચર્યાએ નીકળશે. ત્યારે મંગળા આરતી બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવી હતી. અમિત શાહની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે પહોંચ્યા છે
rathyatra
-  આજે ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાશે
- ઢોલ-નગારાના નાદ સાથે ભગવાનની આંખના પાટા ખોલવામાં આવ્યા
- ખીચડો અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવાયો
-ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી, વહેલી સવારથી જ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- 5.38 વાગ્યે ભાઈ બળભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
- 5.30 વાગ્યે બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યાં
rathyatra
- 5.21 વાગ્યે ભગવાન જગદીશને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
- 5 વાગ્યે ખીચડો અને કોળા - ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો
rathyatra
- 4.40 વાગ્યે ભગવાનની આંખ પરથી રેશમી પાટા ખોલવામાં આવ્યાં
rathyatra
- 4 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી
- 3.55 વાગ્યે જગન્નાથજી મંદિરના કપાટ ખૂલ્યાં
 

11:49 AM, 1st Jul


11:47 AM, 1st Jul


10:32 AM, 1st Jul
  • 10.25 વાગ્યે ત્રણેય રથ કોર્પોરેશન પહોંચ્યા
  • 10.21 વાગ્યે ભગવાન જગન્નાથનો રથ કોર્પોરેશન પહોંચ્યો

08:58 AM, 1st Jul
બહેનોની ભજન મંડળીઓ દ્વારા મગ, જાંબુની પ્રસાદી આપવાની પરંપરા
ભજન મંડળ દ્વારા 50 કિ.ગ્રા.થી પણ વધારે મગ આપ્યા છે. ભજન મંડળમાં વર્ષ દરમિયાન જે કોઇ આવક તેમાંથી 20 ટકાથી વધુ રકમ અમે ભગવાન જગન્નાથજીની સેવામાં આપીએ છીએ.  
 

08:51 AM, 1st Jul
અમદાવાદ રથયાત્રા લાઈવ
9 વાગે અમદાવાદ કોર્પોરેશન ખાતે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે
9.45 કલાકે રાયપુર ચકલા પહોંચશે
10.30 કલાકે ખાડિયા ચાર રસ્તા પહોંચશે 
11.15 કાલુપુર સર્કલ પહોંચશે
12 વાગે સરસપુર પહોંચશે
1.30 સરસપુરથી પરત નીકળશે
2 વાગે બપોરે કાલુપુર સર્કલ
2.30 કલાકે પ્રેમ દરવાજા
3.15 દિલ્હી ચકલા
3.45 શાહપૂર દરવાજા
4.30 આર.સી.હાઈસ્કૂલ
5 વાગે ઘી કાંટા
5.45 પાનકોર નાકા
6.30 માણેક ચોક
8 વાગે નીજ મંદિર પરત ફરશે

08:38 AM, 1st Jul
rathyatra


08:21 AM, 1st Jul
જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા, ગજરાજ ઢાળની પોળ પહોંચ્યા, દર્શન માટે ભક્તોમાં ઉત્સાહ

rathyatra
 જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા,ગજરાજ રાયપુર પહોંચ્યા, અખાડા કોર્પોરેશન તરફ રવાના

rathyatra


08:15 AM, 1st Jul
cm and home minister in rathyatra


8.01 વાગ્યે 50થી વધુ ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશનથી આગળ નીકળી
7.45 વાગ્યે હાથીની સવારી ઢાળની પોળ પહોંચી
7.27 ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ જવા રવાના
7.24 ગજરાજ જમાલપુર દરવાજાથી વૈશ્યસભા તરફ રવાના થયા
7.08 વાગ્યે ત્રણેય રથ મંદિરની બહાર લાવવામાં આવ્યાં
cm and home minister in rathyatra