રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. અમદાવાદ રથયાત્રા
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 18 જુલાઈ 2023 (18:47 IST)

કબુતરબાજી કૌભાંડમાં એજન્ટોને પૈસા ચૂકવવાનું કામ કરતો બોબી પટેલનો સાગરિત દિલ્હીથી ઝડપાયો

Bobby Patel's Sagarit arrested from Delhi for paying agents in pigeon scam
એસએમસીની ટીમને કબુતરબાજીના ગુનામાં નાસતો ફરતો આરોપી ગુરમીતસિંઘ ઓબરોય દિલ્હીમાં હોવાની માહિતી મળી હતી
 
ગુરમીતસિંઘ ઓબરોય ગ્રાહકોને યુરોપના વીઝા મેળવી આપતો અને દિલ્હીથી યુરોપના કોઈપણ દેશમાં સરળતાથી ઈમીગ્રેશન કરાવી આપતો
 
 ગુજરાતના સૌથી મોટા કબુતર બાજી કૌભાંડના કેસની તપાસ કરી રહેલી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ તાજેતરમાં જ મુખ્ય આરોપી બોબી પટેલના ભાગીદાર  અને સહઆરોપી કલ્પેશ પટેલને અડાલજ પાસેથી ઝડપી લીધો હતો. કલ્પેશ પટેલ બોબી પટેલને ગ્રાહકો શોધીને આપતો હતો. જેમને બનાવટી પાસપોર્ટ અને દસ્તાવેજોની મદદથી અમેરિકા મોકલવામાં આવતા હતા.ગુજરાતના સૌથી મોટા કબુતર બાજી
Bobby Patel's Sagarit arrested from Delhi for paying agents in pigeon scam

કૌભાંડના મુખ્ય આરોપી બોબી પટેલની ધરપકડ બાદ અનેક આરોપીઓના નામ ખુલ્યા હતા.જેમાં બોબી પટેલ સાથે ભાગીદારી ધરાવતા કલ્પેશ પટેલની મહત્વની સંડોવણી બહાર આવી હતી. હવે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ કેસમાં નાસતા ફરતા આરોપી ગુરમીતસિંઘ ઓબરોયની દિલ્હીથી ધરપકડ કરી છે. 
 
અલગ અલગ દેશોના વિઝા મેળવી લેતો હતો
ગુરમીતસિંઘ ઓબરોય પોતાનો આર્થિક લાભ મેળવવા માટે એકબીજા સાથે મળી, ગુનાહીત કાવતરૂ રચી, અમેરીકા જવા ઇચ્છતાં વ્યક્તિઓનો સંપર્ક કરીને તેમને ગેરકાયદેસર રીતે અમરીકા મોકલવા માટે તેમના ખોટા તેમજ બનાવટી પાસપોર્ટ દ્વારા અલગ-અલગ દેશોના વિઝા મેળવવા માટેના ખોટા તેમજ બનાવટી દસ્તાવેજો બનાવીને તેમનો ખરા તરીકે ઉપયોગ કરતો હતો. ભારત તેમજ અન્ય દેશોની સરકાર સાથે છેતરપીંડી કરીને તેના આધારે અલગ અલગ દેશોના વિઝા મેળવી લેતો હતો. આ આરોપી મુસાફરોને ખોટી ઓળખ ધારણ કરાવડાવીને ગેરકાચદેસર રીતે અમેરીકા મોકલવાની કબુતરબાજીની પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો. 
 
અત્યાર સુધી કુલ પાંચ આરોપીઓ પકડાયા 
બોબી પટેલ સાથે સંકળાયેલ દિલ્હીના એજન્ટોની તપાસ માટે એક એસએમસીની એક ટીમ દિલ્હી ખાતે મોકલવામાં આવેલ હતી. તે આધારે આ કબૂતરબાજીના ગુનામાં મુખ્ય આરોપી બોબી પટેલ સાથે ગેરકાયદેસર રીતે અમેરીકા જતા માણસોના યુરોપના વીઝા મેળવી આપવાનું, ગ્રાહકને અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી યુરોપના કોઈ પણ દેશમાં સરળતાથી ઈમીગ્રેશન કરાવીને ત્યાંથી મેક્સીકો થઈને અમેરીકામાં ગેરકાયદેસર રીતે મોકલવાનું તેમજ એમેરીકા ખાતેના એજન્ટોને પૈસા ચૂકવવાનું એજન્ટ તરીકેનું કામ આરોપી ગુરપ્રીતસિંધ ઉર્ફે ગુરમીતસિંઘ રાજીન્દ્રસિંધ ઓબરોય સંભાળતો હતો. એસએમસીની ટીમને આ આરોપી દિલ્હીમાં હોવાની બાતમી મળતાં જ તેના ઘરે તપાસ કરતાં તે ઝડપાયો હતો. એસએમસીએ આ આરોપીની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ગુનામાં અત્યાર સુધી કુલ પાંચ આરોપીઓ પકડાયા છે. જે તમામ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. મુખ્ય આરોપી બોબી પટેલ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે. 
 
તાજેતરમાં સહઆરોપી કલ્પેશ પટેલ અડાલજથી ઝડપાયો હતો
તાજેતરમાં જ એસએમસીએ મુખ્ય આરોપી બોબી પટેલના ભાગીદાર અને સહઆરોપી કલ્પેશ પટેલને અડાલજ પાસેથી ઝડપી લીધો હતો. કલ્પેશ પટેલ બોબી પટેલને ગ્રાહકો શોધીને આપતો હતો. જેમની પાસેથી લાખો રૂપિયા વસુલીને બોબી પટેલ બનાવટી પાસપોર્ટ અને વીઝા સહિતના દસ્તાવેજો તૈયાર કરાવીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરાવતો હતો. કલ્પેશ પટેલે 100થી વધુ વ્યક્તિઓની બોબી પટેલ સાથે મુલાકાત કરાવીને તેમને અમેરિકા મોકલ્યા હોવાનો ખુલાસો પણ અગાઉ પ્રાથમિક તપાસમાં થઇ ચુક્યો છે.