શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: બુધવાર, 3 જુલાઈ 2019 (15:02 IST)

રથયાત્રાઃ- 1500 કિલો મોહનથાળ-1000 કિલો ફૂલવડી બનાવી પાટણ શહેરમાં રજવાડી ઠાઠમાં મામેરું

4 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરસપુરની 18 પોળોમાં રસોડાઓ ધમધમવા લાગ્યા છે. જેમાં 50 હજાર ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળથી લઈ 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાકના ભોજનની ભગવાન જગદીશના મોસાળમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, વર્ષોથી ચાલી આવતા આ મહાપ્રસાદ અભિયાનમાં ક્યારેય ભોજન ખૂટ્યું નથી કે કોઈને ફૂડ પોઈઝનિંગ પણ થયું હોય એવો કિસ્સો જોવા મળ્યો નથી. પ્રસાદની આ તૈયારીઓના ભાગરૂપે સરસપુરની બહેનોએ જાતે પુરીઓ વણી હતી. સૌથી મોટું રસોડું મોટી સાળવીવાડ ખાતે રખાયું છે. આ સિવાય વાસણશેરી, તળીયાની પોળ, પીપળાપોળ, ગાંધીની પોળ, લુહાર શેરી, આંબલીવાડ, કડીયાવાડ, ઠાકોરવાસ, નાની સાળવીવાડ, ખત્રીવાડ, કબીરવાડ અને ભાવસારના ખાંચો, પાંચાવાડ સહિતના વિસ્તારોમાં કુલ 50 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લેશે. પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની 4 જુલાઈ અષાઢી બીજના રોજ 137 મી રથયાત્રા નીકળનાર હોય તેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે તો મંગળવારના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મોસાળમાં જતા મંત્રોચ્ચાર સાથે સત્કાર વિધિ મામેરાનાં યજમાન હિતેશ રાવલના નિવાસ્થાને કરાઈ હતી
બુધાવરના રોજ સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ અને બલભદ્રને બાંધવામાં આવેલા આંખના પાટા છોડાશે અને પંચામૂર્ત દ્વારા મહાભિષેક કરાશે અને સવારે 10 થી 6 વાગ્યા સુધી ભક્તોના દર્શન માટે મોસાળમાં ભગવાન જગન્નાથના મામેરાને ખુલ્લું મુકાશે.શહેરના રાજવી બંગ્લોઝ ખાતે યજમાન હિતેશ રાવલના નિવાસ્થાન ખાતે મોસાળમાંથી સાંજે 6:30 વાગે ભગવાન જગન્નાથનું શોભાયાત્રા રૂપે ભવ્ય મામેરું ભરાશે. જેમાં બે હાથી, 8 ઝાંખીઓ અને બગીઓ સાથે એકમ અને અષાઢી બીજના દિવસે ભગવાનને પહેરાવાના વસ્ત્રો, 3 મુગટ અને 3 સેટ સહીત આભૂષણો અને મંદિરને આપનાર 500 ગ્રામ ચાંદીની ભેટ મામેરામાં મુકાશે. આ મામેરું શોભાયાત્રા રૂપે શહેરના જાહેર માર્ગો પર ફરી મંદિર પરિસરમાં પહોંચશે તેવું મામેરાનાં યજમાન હિતેશ રાવલે જણાવ્યું હતું .