ગુજરાતના આ હાઈવે પર એક વર્ષમાં અકસ્માતોની ઘટનામાં 300 થી વધુ લોકોના મોત

accident
Last Modified શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (14:06 IST)

સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી બગોદરા અને રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર એક જ વર્ષના ટૂંકા સમયગાળામાં અકસ્માતોની ઘટનામાં 300 થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ છે. આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ થી રાજકોટ નેશનલ હાઈવે નંબર 47 ની સરકાર દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે છ માર્ગીય બનાવવામાં આવી રહ્યો છે 200 કિમી લાંબા રોડના કામકાજ દરમિયાન આવતા ડાઇવર્ઝન અને સ્પીડ લિમિટ ના કોઈ સાંકેતિક જીનો કોન્ટ્રાક્ટર દ્વારા નહીં મુકવામાં આવતા અજાણ્યા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે જે છેલ્લા એક વર્ષમાં માર્ગ અકસ્માતોમાં 300 થી વધુ નિર્દોષોનો ની જીંદગી અકસ્માતને લઇ મોતના મુખમાં ધકેલાઇ ગઇ છે. હાઈવે ઉપર વધી રહેલા અકસ્માતોની સંખ્યા અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર ચાલતા વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ વાહનો ચલાવી રહ્યાની બૂમરાણ થવા પામી છે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદથી રાજકોટ 200 કિમીનો હાઇવે રોડ કરોડો રૂપિયાના ખર્ચે છ માર્ગીય રસ્તાના કામમાં એજન્સી દ્વારા સરકારના નીતિનિયમોને ઘોળીને પી જઈ હોવાની બૂમરાણ સાથે હાઈવે ઉપર ચાલતા રસ્તા ના નામ દરમિયાન જે તે વિસ્તારના કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય છે અને તે જાહેરનામાનો અમલ આરએન્ડડી વિભાગ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી એજન્સી કરે છે. માર્ગ છેલ્લા કેટલાક મહિનાથી અને અરમાન ભરેલી માનવ જિંદગી દમ તોડી રહી છે સરકારી તંત્ર ના અધિકારીઓ જવાબદારી પોતાના શિરે લેવાના બદલે એકબીજાના વિભાગને ખો ખો આપી રહ્યા છે જો કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હોય તો કોપી આર.ડી અને પોલીસને મોકલવી ફરજીયાત બને છે પ્રોજેક્ટ મેનેજર જણાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં લીમડી થી ચોટીલા હાઈવે ઉપર થયેલા અકસ્માતોના પોલીસ ચોપડે નોંધાયેલા આંકડા લીમડી અકસ્માત 32 14ના મોત 36 ને ઈજા પાણસીણા માં 21 અકસ્માત 12ના મોત 33 ઇજા સાયલામાં 48 અકસ્માતના બનાવમાં 26 મોત 45 ઇજા ચોટીલામાં 43 અકસ્માત 19ના મોત અને 48 ને ઇજા આમ કુલ 144 અકસ્માતો 71 ના મોત 162 ઘાયલ જ્યારે બગોદરા હાઈવે ઉપર પણ અકસ્માતની હારમાળા સર્જતી રહે છે ત્યારે જે મળી અને હાઇ-વે ઉપર 300 જેટલી માનવ જિંદગીઓ હોમાઇ ગઇ છે.


આ પણ વાંચો :