મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : મંગળવાર, 17 એપ્રિલ 2018 (17:27 IST)

અક્ષય તૃતીયા- આ ઉપાયોને કરવાથી ખુલી જશે કિસ્મત, થઈ જશો માલામાલ

અક્ષય તૃતીયાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમે જીવનના બધા કષ્ય દૂર કરી શકો છો. જાણો કેવી રીતે.. 
જ્યોતિષાચાર્ય પંડિત જણાવે છે કે, અક્ષય તૃતીયાના દિવસે ધન પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ દિવસ ગણાય છે. આ દિવસે આ ઉપાયને કરવાથી ઘરમાં ધનલાભ હોય છે. 
 
જણાવ્યું કે, આ દિવસે 12 સફેદ કોડીઓને કાચા દૂધમાં નાખી અને સાત ગોમતી ચક્રની સાથે ગંગાજળમાં નાખો. ત્યારબાદ લાલ કપડામાં બાંધી પૂજામાં સ્થાપિત કરો. તેના પર કેસરનો ચાંદલો કરો. સાથે માતા લક્ષ્મીને શાક્રનો ભોગ લગાડો અને લાલ ફૂલ પણ અર્પિત કરો. 
 
ધન વૃદ્દિ માટે અક્ષય તૃતીયાના દિવસે એક મુટ્ઠી બાસમતી ચોખા વહેતા જળમાં શ્રી મહાલ્ક્ષ્મીનો ધ્યાન કરતા પ્રવાહિત કરી દો. ધનની ખાસ પ્રાપ્તિ  માટે અક્ષય તૃતીયાના દિવસે સ્વર્ણ જડિતચૌદ મુખી રૂદ્રાક્ષની પૂજા કરી શકો છો. 
 
આ દિવસે સવારે સ્નાન કરીને જ પૂજા કરવી. સાથે જ રૂદ્રાક્ષની માળાથી "હ્રી નમ: મમ ગૃહે ધન કુરૂ કુરૂ સ્વાહા" મંત્રનો જાપ કરવું. 
 
જો તમારું ઘર નહી બન્યું છે તો અક્ષય તૃતીયાના દિવસે સ્ફટિકની શ્રીયંત્રની સ્થાપના ઘરના ઉત્તર, પૂર્વ કે ઈશાન દિશામાં કરવું. દરરોજ શ્રીસૂક્તનો પાઠ કરવું. 
 
આ દિવસે તમે પાણીથી ભરેલું ઘડેલું, કુલ્હડ, સિકર, પંખા, ખરાઉં, છત્રી, ચોખા, મીઠું, ઘી, શક્કરટેટી, ખાંડ, સાક, આમલી, ફળ, વસ્ત્ર, સત્તુ વગેરે દાન કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી તમારા ઘરમાં ધનની ઉણપ દૂર થશે.