શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : શુક્રવાર, 28 એપ્રિલ 2017 (15:40 IST)

અક્ષય તૃતીયા સાથે જોડાયેલ 4 રોચક વાતો, જાણો કેમ છે વિશેષ અખાત્રીજ ?

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયાનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. કેટલાક સ્થાનો પર તેને અખાત્રીજ પણ કહે છે. હિન્દુ ધર્મમાં આ તિથિનુ વિશેષ મહત્વ છે. કારણ કે આ વર્ષમાં આવતા 4 વણજોયા મુહુર્તમાંથી એક છે.  (અક્ષય તૃતીયા ઉપરાંત દેવઉઠની અગિયારસ, વસંત પંચમી અને ભડલી નવમીને અબૂઝ મુહુર્ત માનવામાં આવે છે.) આ વખતે આ તહેવાર 9 મે સોમવારના રોજ છે. આજે અમે તમને અક્ષય તૃતીય સાથે જોડયેલ કેટલીક વાતો બતાવી રહ્યા છે. જે આ પ્રકારની છે. 
 
અક્ષય તૃતીયા કેમ છે વિશેષ ?
 
હિન્દુ પંચાગ મુજબ વર્ષના બીજા મહિનાની વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. આ તિથિના રોજ કરવામાં આવેલ દાન-ધર્મનો અક્ષય મતલબ નાશ ન થનારુ ફળ અને પુણ્ય મળે છે. તેથી આ સનાતન ધર્મમાં દાન ધર્મનો અચૂક કાળ માનવામાં આવે છે. તેને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે. કારણ કે આ તિથિ 8 ચિરંજીવીયોમાં એક ભગવાન પરશુરામની જન્મ તિથિ પણ છે. હિન્દુ ધર્મ માન્યતાઓમાં કોઈપણ શુભ કામ માટે વર્ષના સ્વયં સિદ્ધ મુહુર્તોમાં અખા ત્રીજ પણ એક છે. 
 
શાસ્ત્રો મુજબ વૈશાખ મહિનો વિષ્ણુ ભક્તિનો શુભ કાળ છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આ મહિનાની અક્ષય તૃતીયને જ ભગવાન વિષ્ણુના નર નારાયણ,  હયગ્રીવ અને પરશુરામ અવતાર થયા હતા. તેથી આ દિવસે પરશુરામ જયંતી નર-નારાયણ જયંતી પણ ઉજવાય છે.  ત્રેતાયુગની શરૂઆત પણ આ શુભ તિથિના રોજથી માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા પણ પુણ્યદાયી અને મહામંગળકારી માનવામાં આવે છે. 
 
અક્ષય તૃતીયા પર કંઈ વસ્તુઓના દાનનુ છે ખાસ મહત્વ ? 
 
આ શુભ તિથિ પર કરવામાં આવેલ દાન અને તેના ફળનો નાશ થતો નથી. આ દિવસે ખાસ કરીને જવ, ઘઉં, ચણા, સત્તુ, દહી-ભાત, શેરડીનો રસ, દૂધથી બનેલ વસ્તુઓ જેવી કે માવા, મીઠાઈ વગેરે, સોનુ અને પાણીથી ભરેલ કળશ, અનાજ બધા પ્રકારના રસ અને ગરમીની ઋતુમાં ઉપયોગી બધી વસ્તુઓના દાનનું મહત્વ છે. પિતરોનુ શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન કરાવવાનુ પણ અનંત ફળ મળે છે. 
 
અખા ત્રીજ પર કયુ કામ કરવુ હોય છે શુભ ? 
 
હિન્દુ ધર્મગ્રંથોમાં અક્ષય તૃતીયા અબૂઝ મુહૂર્ત બતાવ્યુ છે.  જ્યોતિષશાસ્ત્ર મુજબ આ તિથિ પર સૂર્ય અને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે. તેથી આ દિવસે લગ્ન, વેપારની શરૂઆત અને ગૃહ પ્રવેશ કરવો જેવા માંગલિક કામ ખૂબ શુભ સાબિત થાય છે. લગ્ન માટે જે લોકોના ગ્રહ-નક્ષત્રોનુ મિલાન નથી થતુ કે મુહૂર્ત નથી નીકળી શકતુ.  તેમને આ શુભ તિથિ પર દોષ નથી લાગતો અને નિર્વિધ્ન વિવાહ કરી શકે છે.