1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Modified: શુક્રવાર, 10 મે 2024 (01:01 IST)

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

 Akshaya Tritiya
અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મની શુભ તિથિઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય શુભ મુહૂર્ત જોયા વિના પણ કરી શકાય છે. આ સાથે અક્ષય તૃતીયા પર ખરીદી કરવાની પરંપરા પણ ઘણા સમયથી ચાલી આવે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે તમારે તમારી રાશિ મુજબ  આ દિવસે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ, જેનાથી તમને ફાયદો થઈ શકે છે.
 
મેષ - મંગળ દ્વારા શાસિત મેષ રાશિવાળા લોકો લાલ રંગના કપડા, મસૂરની દાળ અને તાંબાની વસ્તુઓ ખરીદવાથી લાભ મેળવી શકે છે.
વૃષભ - અક્ષય તૃતીયાના દિવસે વૃષભ રાશિના લોકો ચાંદીના દાગીના, ચોખા અને બાજરી ખરીદીને જીવનમાં સમૃદ્ધિ લાવી શકે છે. આ સાથે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે.
મિથુન- બુધ ગ્રહની રાશી મિથુન રાશિના જાતકોને અક્ષય તૃતીયા પર લીલા રંગની વસ્તુઓ ખરીદવાથી લાભ મળેછે. આ સાથે તમે મગ, ધાણા વગેરે પણ ખરીદી શકો છો.
કર્ક - કર્ક રાશિના લોકો માટે સફેદ વસ્તુઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી તેઓ દૂધ અથવા દૂધની બનાવટો અને ચોખા ખરીદવાથી લાભ મેળવે છે.
સિંહ - સિંહ રાશિવાળા લોકો આ દિવસે બુંદીના લાડુ, પીળા ફળ, સોનું ખરીદીને લાભ મેળવી શકે છે. આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે.
કન્યા - રાશીચક્રમાં કન્યા બુધ ગ્રહની બીજી  રાશિ છે, આ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે લીલા રંગની વસ્તુઓ અને મગની દાળ ખરીદવી જોઈએ.
તુલા - શુક્ર ગ્રહની તુલા રાશિના જાતકોએ આ દિવસે ચાંદી, ચોખા, ખાંડ વગેરેથી બનેલી વસ્તુઓ ખરીદવી જોઈએ, આ વસ્તુઓ ખરીદવાથી તેમના સૌભાગ્યમાં વધારો થાય છે.
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે તાંબાની બનેલી વસ્તુઓ ખરીદવી જોઈએ અને સાથે જ ગોળની ખરીદી પણ કરવી જોઈએ.
ધનુ - ગુરુની રાશિ ધનુ રાશિવાળા લોકોએ આ દિવસે પીળી વસ્તુઓ ખરીદવી જોઈએ, આ સાથે તેમના માટે સોનું ખરીદવું પણ શુભ છે. તમે કેળા અને ચોખા પણ ખરીદી શકો છો.
મકર - શનિની મકર રાશિના લોકો આ દિવસે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદી શકે છે અને તેની સાથે અડદની દાળ, દહીં વગેરે ખરીદવું પણ તેમના માટે શુભ છે.
કુંભ - અક્ષય તૃતીયા પર કુંભ રાશિના જાતકોએ તલ ખરીદવા જોઈએ, તમે લોખંડની બનેલી વસ્તુઓ પણ ખરીદી શકો છો.
મીન - મીન રાશિના લોકોને આ દિવસે હળદર, પીળી દાળ, કેળા વગેરે ખરીદવાથી લાભ મળે છે. આમ કરવાથી જીવનમાં પ્રગતિ થઈ શકે છે.
 
અક્ષય તૃતીયાના દિવસે જો તમે તમારી રાશિ પ્રમાણે વસ્તુઓ ખરીદો છો તો તમારી રાશિના સ્વામી પ્રસન્ન થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહે છે. આવું કરવાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવે છે અને તમને પૈસા સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.