રવિવાર, 21 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. એશિયા કપ 2022
Written By
Last Updated :નવી દિલ્હીઃ , સોમવાર, 22 ઑગસ્ટ 2022 (13:47 IST)

Asia cup 2022 - એશિયા કપ 2022 માટે અફઘાનિસ્તાને કરી ટીમની જાહેરાત

Asia Cup cricket trophy
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) એ એશિયા કપ 2022 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. એસીબીએ મંગળવારે એશિયા કપની આગામી સીઝન માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. તેમાં અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ વર્ષે એશિયા કપ યુએઈમાં ટી20 ફોર્મેટમાં રમાશે.
 
અફઘાનિસ્તાનની ટીમ આ સમયે આયર્લેન્ડમાં પાંચ મેચોની ટી20 સિરીઝ રમી રહી છે. એશિયા કપ માટે આ ટીમમાં માત્ર એક ફેરફાર થયો છે. સમિઉલ્લાહ શનિવારીને શરાફુદ્દીન અશરફની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેને સ્ટેન્ડબાય ખેલાડીના લિસ્ટમાં રાખવામાં આવ્યો છે. આ સિવાય નિઝાત મસૂદ અને કૈસ અહમદને પણ રિઝર્વ ખેલાડીમાં સામેલ કરવામાં આવ્યા છે. 
એશિયા કપમાં અફઘાનિસ્તાનના ગ્રુપમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા છે. અફઘાનિસ્તાન પોતાનો પ્રથમ મુકાબલો 27 ઓગસ્ટે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમશે. 

ટીમ
મોહમ્મદ નબી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન, અફસાર ઝાઝાઈ, અજમતુલ્લા ઓમરઝાઈ, ફરીદ અહેમદ મલિક, ફઝલહક ફારૂકી, હશમતુલ્લાહ શાહિદી, હઝરતુલ્લા ઝાઝાઈ, ઈબ્રાહીમ ઝદરાન, કરીમ જનાત, મુજીબ ઉર રહેમાન, નજીબુલ્લાહ ઝદરાન, નૂર અહેમદ, નૂર અહેમદ, નૂર અહેમદ, ઈબ્રાહીમ ઝદરાન. સમીઉલ્લાહ શિનવારી.