1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા વિશેષ
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (14:19 IST)

“રામાયણ” વિષયક ટપાલ ટિકિટ પર ખાસ પિક્ટોરિઅલ કેન્સલેશન આલ્બમ લોન્ચ કરાયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઐતિહાસિક રામ મંદિર ભૂમિ પૂજનના પાવન દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતેથી ગુજરાત ટપાલ વિભાગના ઉપક્રમે “રામાયણ” વિષયક ખાસ ટપાલ ટિકિટ પર પિકટોરિઅલ કેન્સલેશન આલ્બમ લોન્ચ કરવામાં આવ્યો હતો.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલ “રામાયણ” વિષયક ખાસ આકષૅક કલર ફૂલ વિક્ટોરિઅલ કેન્સલેશન આલ્બમ ગુજરાતમાં G.P.O. અમદાવાદ, એચ.ઓ. વડોદરા અને એચ.ઓ. રાજકોટ એમ ત્રણેય ફિલાટેલી બ્યુરોઝ ખાતે એક સાથે પ્રકાશિત કરવામાં આવી છે.
 
ગુજરાતમાં ફિલાટેલિનો શોખ ધરાવનાર માટે આ વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન આલ્બમ ખૂબ મદદરૂપ સાબિત થશે. ગુજરાત ટપાલ વિભાગ દ્વારા કોઈપણ ઐતિહાસિક પ્રસંગની યાદમાં ખાસ પિક્ટોરિઅલ પ્રકાશિત કરવામાં આવે છે તેમ આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ અશોક કુમાર પોદ્દારે જણાવ્યું હતું.