શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. વડોદરા સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (12:45 IST)

આણંદમાં ટયુશન ક્લાસ ચલાવતા યુવાનનો વડોદરામાં આપઘાતનો પ્રયાસ

suicide
આણંદની પોલીસ દ્વારા મિસિંગ વ્યક્તિની તપાસ માટે શહેરના એસટી ડેપોમાં આવેલી રિજન્ટા હોટલમાં તપાસ કરાઈ હતી. જેમાં હોટલના રૂમનો દરવાજો તોડાવતાં 40 વર્ષીય વ્યક્તિ ગળા અને હાથ પર ઇજાના નિશાન સાથે બેભાન અવસ્થામાં પડેલા હતા. પોલીસ દ્વારા તાત્કાલિક તેમને 108ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે શહેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,આણંદ ટાઉન હોલની પાછળ ટ્વીન્ઝ બંગ્લોમાં રહેતા 40 વર્ષના મિહિર  સુરેશચંદ્ર જાની આણંદમાં જ ટયુશન ક્લાસ ચલાવે છે.ગત રાતે તેઓ ઘરેથી અચાનક કોઇને કહ્યા વિના  જતા રહ્યા હતા.જે અંગે પરિવારે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.આણંદની પોલીસ તેને શોધતા વડોદરા આવી હતી.અને સયાજીગંજ વિસ્તારની હોટલમાં ચેકિંગ હાથ ધર્યુ હતું.દરમિયાન સેન્ટ્રલ એસ.ટી.ડેપોમાં આવેલી હોટલ રિજેન્ટામાં તપાસ કરતા મિહિર  જાની ત્યાં જ રોકાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી,પોલીસે હોટલના સ્ટાફ મારફતે હોટલની રૃમનો દરવાજો ખોલાવ્યો હતો. રૂમમાં અંદર જઇને તપાસ કરતા મિહિર જાની બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને તેના હાથ પર નખના નિશાન  હતા.દર્દીને સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
 
સયાજીગંજ પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી બ્લેડ મળી આવી હતી.પ્રાથમિક તપાસમાં એવી વિગતો  પ્રકાશમાં આવી છે કે,ટયુશન સંચાલકે પારિવારિક ઝઘડાથી ત્રાસીને આપઘાતનો  પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે.જોકે,દર્દી ભાનમાં આવ્યા પછી જ આપઘાતની કોશિશનું સાચું કારણ જાણી શકાશે.