રવિવાર, 4 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (11:57 IST)

બિનસચિવાલય પરીક્ષા વિવાદ : હાર્દિક પટેલની પ્રતીક ઉપવાસ કરવાની જાહેરાત

બિનસચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિને લઈને ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. આંદોલનની બીજી રાત પણ વિદ્યાર્થીઓએ રસ્તા પર વિતાવી હતી.
ત્રીજા દિવસે સવારે વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી આંદોલનના સ્થળે શુક્રવારે સવારે પહોંચ્યા હતા. હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ કરવાની જાહેરાત પણ કરી છે.
હાર્દિક પટેલે વિદ્યાર્થીઓવને સંબોધતાં કહ્યું, "લોકતંત્રમાં માથાઓની કિંમત હોય છે એટલે આપણે ભેગા થઈને લડવું પડશે."
"સરકાર ત્યારે જ વાત સાંભળશે જો એમને વોટ ગુમાવવાની ચિંતા થશે."
"વિજયભાઈ સામે લડી લેવામાં અમે તમારી સાથે છીએ. છેલ્લાં 15-20 વર્ષમાં ગુજરાતમાં લડવાની તાકાત ઓછી થઈ ગઈ છે."
ગુજરાત સરકારે એસઆઈટીની રચના કરવાની બાંયધરી આપી છે, પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષાને રદ કરવાની માગણી પર અડગ છે.
આંદોલનના બીજા દિવસે મોડી રાત્રે કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ આંદોલનકારીઓ વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચ્યા હતા.
 
પરીક્ષાર્થીઓના પ્રતિનિધિ એવા યુવરાજસિંહને પોલીસ અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારપરિષદ યોજી હતી.
એમણે કહ્યું કે સરકારે આંદોલન કરનારા વિદ્યાર્થીઓની માગ સ્વીકારી છે અને સીટની રચના કરી છે. 10 દિવસમાં સીટ પરીક્ષામાં ગેરરીતિની તપાસ કરશે અને સરકારને અહેવાલ આપશે.
એમણે એમ પણ કહ્યું કે પરીક્ષાનું પરિણામ હાલ જાહેર નહીં કરાય. સીટનો અહેવાલ આવ્યા પછી જ પરિણામ જાહેરાત કરવામાં આવશે.
 
એમણે કહ્યું કે અગ્રસચિવ કમલ દયાણી આ ખાસ તપાસ ટીમની આગેવાની કરશે.
જોકે, વિદ્યાર્થીઓ હજી પણ આ પરીક્ષા રદ કરવાની વાત પર અડગ છે. એમનું કહેવું છે કે સીટની રચના તો પરીક્ષા રદ કરીને પણ કરી શકાય છે.
આંદોલનને સમર્થન આપવા પહોંચેલા કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલનો વિરોધ થતાં તેમને અગાઉ સ્થળ છોડી દેવાની ફરજ પડી હતી.
હાર્દિક પટેલ સમર્થન આપવા ગયા ત્યારે કેટલાક લોકોએ ગૉ બૅકના નારા પણ લગાવ્યા હતા તેમજ હાર્દિક પટેલ સાથે ધક્કામુક્કી પણ થઈ હતી.