શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2019 (11:37 IST)

ઢીંચાક પૂજાનું નવું ગીત 'નાચ કે પાગલ' રિલીઝ થયું, સોશિયલ મીડિયામાં ટ્રૅન્ડ

ઢીંચાક પૂજાએ 'નાચ કે પાગલ' નામે એક નવું ગીત બનાવ્યું છે. આ ગીતનો વીડિયો યૂટ્યૂબ પર ચાર દિવસમાં ત્રણ લાખથી વધુ લોકોએ જોયો છે. ટ્વિટર પર આ ગીતને કારણે #dhinchakpooja ટ્રૅન્ડ થઈ રહ્યું છે.
'દિલોં કા શૂટર' ગીતથી જાણીતા થયેલાં પૂજા પોતાનાં ગીતોના વિચિત્ર શબ્દોને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે.
આ પહેલાં તેઓ 'સેલ્ફી મૈંને લેલી હૈ', 'ખતમ હો ગયા આટા', 'નાચે જબ કુડી દિલ્લી દી' જેવાં ગીતો અને 'છપ્પન થપ્પડ' જેવી શોર્ટ ફિલ્મ યૂટ્યૂબ પર રિલીઝ કરી ચૂક્યા છે.
ટ્વિટર પર લોકોએ વિવિધ પ્રકારની મજાક કરતાં #dhinchakpooja ટ્રૅન્ડ થયું હતું.
@kkcool24399 નામના યૂઝરે લખ્યું હતું કે મેં ઢીંચાક પૂજાને આતંકવાદી પ્રવૃત્તિ બદલ રિપોર્ટ કરી દીધા છે.
 
 
તો @dibuTweets નામના યૂઝરે લખ્યું છે કે ઢીંચાક પૂજા પોતાના નવા ગીત સાથે ફરી હાજર થઈ ગયાં છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર કમલનાથ સાહેબે તેમના ધારાસભ્યોના ફોનમાં આ ગીત કૉલર ટ્યુન તરીકે રાખી દીધું છે, જેથી તેમને અમિત શાહના કૉલમાંથી બચાવી શકે.
@yash_or_no નામના યૂઝરે એક રડતાં ફોટોગ્રાફરની તસવીર ટ્વીટ કરીને લખ્યું કે, ઢીંચાક પૂજાનું ગીત શૂટ કરતાં ફોટોગ્રાફરનાં રિએક્શન.
@nam_to_suna_h_n નામના યૂઝરે સીઆઈડીના મીમ સાથે લખ્યું કે ઢીંચાક પૂજા પોતાના નવા હથિયાર સાથે તૈયાર છે.
 
@KalaHarshit નામના યૂઝરે લખ્યું કે, પાગલ હો તો દેખો, યે દેખ કે પાગલ હો જાઓ, જહાં દિખે મેરા વીડિયો રિપોર્ટ કરકે સ્કિપ કર જાઓ.
આ સાથે તેમણે લતા મંગેશકરનું મીમ મૂક્યું છે.
@AlokTiw46859375 નામના યૂઝરે ફિલ્મ હેરાફેરીનું મીમ ટ્વીટ કરતાં લખ્યું કે ઢીંચાક પૂજાને સાંભળીને બધાની આવી સ્થિતિ છે.
@Shashwa26003204 નામના યૂઝરે લખ્યું કે દેશમાં વાણી સ્વાતંત્ર્ય પર કેટલાક પ્રતિબંધો હોવા જોઈએ તેનું ઢીંચાક પૂજા જીવંત ઉદાહરણ છે.
તો @ysweetea નામના યૂઝરે ઢીંચાક પૂજાના યૂટ્યૂબ પેજના સબસ્ક્રાઇબર્સની વાત કરતાં લખ્યું છે કે, આ લોકો કોણ છે? તેઓ ક્યાંથી આવે છે?
@newshungree નામના યૂઝરે તેમના ગીતને એક બિહામણી ઘટના ગણાવીને મીમ ટ્વીટ કર્યું છે.
તો આ બધાથી અલગ @AnitaSingh1989 નામના યૂઝરે લખ્યું કે તમે મારાં આદર્શ છો અને તમારામાંથી મને શીખવા મળ્યું છે. લોકો ગમે તેમ કહે તો પણ તમે જેવાં છો તેવાં જ તમારે રહેવું જોઈએ. મારા જીવનમાં આવવા માટે આપનો આભાર.
વિમ્બલડન વિજેતા કરતાં ઇ-ગેઇમ ચૅમ્પિયનને વધારે કમાણી