રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 15 ડિસેમ્બર 2019 (11:29 IST)

ફાસ્ટેગ પર સરકારે આપી રાહત

15 ડિસેમ્બર એટલે કે આજથી દરેક વાહનો પર ફાસ્ટેગ લગાવવા અનિવાર્ય છે.
 
પરંતુ લોકોની અસુવિધાને ધ્યાનમાં રાખતા સરકારે આ નિર્ણયમાં એક સંશોધન કર્યું છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે સરકારે ફાસ્ટેગ ન લાગેલા વાહનોને એક મહિનાની રાહત આપી છે.
 
માર્કેટમાં હવે ફાસ્ટેગની તંગી સર્જાતા સરકારે આ નિર્ણય લીધો હોઈ શકે છે.
 
આ નિર્ણયને પગલે જે લોકો પાસે હાલ ફાસ્ટેગ નથી તેમને એક મહિનાનો સમય મળી ગયો છે.
 
તેના માટે ટૉલ પ્લાઝા પર 25% હાઇબ્રિડ લાઇન્સ માટે જગ્યા બનશે. એટલે કે 75% લાઇન ફાસ્ટેગ માટે હશે અને મોટા પ્લાઝા પર 25% લાઇન તેમના માટે હશે જેમની પાસે ટેગ નથી.